Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ચક્રાવાતને પગલે દરિયો ગાંડોતૂર :ઉનાના દરિયામાં બે બોટની જળસમાધિ : ખલાસીઓનો આબાદ બચાવ

સૈયદ રાજપરા ગામના દરીયામાં બે બોટ ડૂબી

ઉના : સમુદ્રમાં સર્જાયેલ ક્યાર ચક્રવાતે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાને ઘમરોળવાનું ચાલુ કરી દીધુ છે જેને પરિણામે આજે ઉનાના દરિયામાં બે બોટ ડુબી ગઈ હતી. દ્વારકા અને માંગરોળ, પોરબંદર, વેરાવળનો દરિયો પણ ગાંડોતૂર થયો છે

  સોમનાથનો દરિયોમાં ત્રણ માળ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કરંટ મારતા દરિયામાં માછીમારોને ન જવા માટે ચેતવણી અપાઈ છે અને 2 નંબરનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

ઊનાના દરિયામાં આજે બે બોટે જળસમાધિ લીધી છે. સૈયદ રાજપરા ગામના દરિયામાં બે બોટ ડૂબી હતી. સદનસીબે બન્ને બોટના ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.બંદરોને વોર્નિંગ આપી દેવામાં આવી છે અને 2 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યુ છે. ઉત્તર અને દ. ગુજરાતના દરિયામાં માછીમારોને 24 કલાક સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે. પણ જે બોટ પહેલેથી દરિયામાં જઈ ચઢી છે તેમનું કિનારે પરત આવવું મુશ્કેલ પડી રહ્યુ છે. કેમ કે, દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

(11:43 am IST)