Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પ્રભાસપાટણનાં શાંતિનગર ધુપછાવ વિસ્તારમાં ૬ માસથી ખોદાયેલા રસ્તાની મરામત નથી

પ્રભાસપાટણ તા ૨૬  :  શાંતિનગર અને ધુપછાવ સોસાયટીઓમાં ચોમાસા પહેલા રોડ બનાવવા માટે ખોદી નાખેલ અને આ ખોદાયેલા રોડને ૬ માસ જેવો સમય થયો હોવાં છતાં રસ્તા બનાવવામાં આવતા નથી જેથી આ સોસાયટી વિસ્તારમાં રહેતા પાંચ હજારથી વધુ લોકો હેરાન થઇ રહેલ છે. આ સોસાયટીઓમાં મોટા ભાગના લોકો મજુર વર્ગના છે, જેથી રોજ કામધંધે જવુ પડે છે, અને આ ખોદાયેલા રોડમાંથી વાહનો કાઢવા પણ મુશ્કેલી પડે છે, તેમજ સ્કુલે જતાં બાળકોને પણ મુશ્કેલી પડે છે.

આ ખોદાયેલા રોડમાં ગંદા પાણી ભરાવાને કારણે ડેન્ગયું જેવા જીવલેણ રોગો પણ થાય છે અને અન્ય રોગો પણ સતત વધી રહેલ છે અને આ રોડના ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો વધારો પણ મોટા પાયે થયેલ છે. આ રોગચાળો અને આવવા જવાની મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો ૬ માસથી કરી રહેલ છે. છતાં નગરપાલીકાના જવાબદાર લોકો અને આ રોડનાં કોન્ટ્રાકટરના પેટનું પાણી પણ હલતુ નથી.

આ રોડ તાત્કાલીક બને અને લોકોને રોગચાળામાંથી મુકિત મળે તે માટે પ્રભાસપાટણ ઘેડીયા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાએ નગરપાલીકાના પ્રમુખ અને ચીફ ઓફીસર, શહેરી વિકાસ મંત્રી, જીલ્લા કલેકટર, ગીર સોમનાથ, પ્રાંત કલેકટર સહિતને રજુઆત કરેલ છે અને તાત્કાલિક રોડ બનાવવા માંગણી કરેલ છે.

(11:21 am IST)