Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાવનગરમાં કાન્‍તિસેન શ્રોફ ‘‘કાકા''ના જન્‍મ શતાબ્‍દી વર્ષ નિમિત્તે ભાતીગળ પુસ્‍તક મેળો

ભાવનગર :  શ્રી કાન્‍તિસેન શ્રોફ ‘‘કાકા''ના જન્‍મ શતાબ્‍દી વર્ષ નિમિત્તે વિવેકાનંદ રિસર્ચ એન્‍ડ ટ્રેઈનીંગ ઇન્‍સ્‍ટીટયુટ - ભાવનગર દ્વારા આયોજિત ભાતીગળ પુસ્‍તક મેળાનું આયોજન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદાર નગર ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી મીતાબેન દૂધરેજીયા, ન.પા. શિક્ષણ સમિતિમાંથી  ડો.યોગેશભાઈ ભટ્ટ,  ધીરેનભાઈ વૈષ્‍ણવ ભાવનગરનાં જાણીતા ચિત્રકાર અને સંસ્‍કારભારતીનાં ઉપાધ્‍યક્ષ  ભરતભાઈ પંડયા, ચંદાબા મહિલા સ્‍વસહાય સંસ્‍થાનાં ટ્રસ્‍ટી  પૂર્ણિમાબેન મહેતા,   અનુરાધાબેન દવે અને  રાજલભાઈ ઓઝા તેમજ ભાવનગર કચ્‍છી સમાજનાં પ્રમુખ   મહેન્‍દ્રભાઈ શાહ તેમજ પુસ્‍તકમેળાના સંયોજક  ગોરધનભાઈ પટેલ(કવી) તેમજ વી.આર.ટીઆઈ સંસ્‍થાનાં સી.ઈ.ઓ.  મનુભાઈ ચૌધરી અને ટીમ તથા ભાવનગરનાં ૫૦ જેટલા પુસ્‍તક રસિકો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન શ્રી કિશોરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલું અને આભાર દર્શન  મનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તક મેળામાં ૨૦ ઉપરાંત વિવિધ પ્રકાશકોનાં વૈવિધ્‍યસભર પુસ્‍તકોના  પ્રદર્શન અને વેચાણની વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા કરવામાં આવી છે. પુસ્‍તક મેળામાં બાળ સાહિત્‍ય, શૈક્ષણિક, આરોગ્‍યલક્ષી, પ્રેરણાદાયી, મહાપુરુષોનાં ચરિત્રો, નવલકથાઓ, નવલિકાઓ, નિબંધો, ધાર્મિક, વ્‍યવસ્‍થાપન, પ્રવાસન મહિલાલક્ષી સાહિત્‍ય તેમજ વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનાં ઉત્તમ પુસ્‍તકો ૪૦% નાં માતબર વળતરથી આપવામાં આવે છે.  (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(12:00 pm IST)