Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

જેતપુરમાં કોરોનાનો કહેરઃ વધુ ૩ ડોટકરોની સહિત આજે ૩૬ પોઝીટીવઃ કુલ ૧૧૦૦ કેસ નોંધાયા

શહેરના એકમાત્ર એનેસ્થેસ્ટીક ડો.અમીયરા પોઝીટીવ

(કેતન ઓઝા) જેતપુરઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા દિવસેને દિવસે પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. દરરોજ પોઝીટીવનો આંકડો ૩૦ જેટલો નોંધાય છે. કોરોનાના સંક્રમણને કારણે શહેરના એક જ પરિવારના ૭ સભ્યો કોરોનાની ઝપટે ચડી ગયા છે. થોડા દિવસો પહેલા શહેરના ૨ અગ્રણી તબીબો કોરોનાને મહાત આપી સ્વસ્થ થયા છે. ત્યાં આજે વધુ ૩ તબીબો ડો.અનીલ સખીયા (સર્જન) ડો.એમ.સી.અમીપરા (એનેસ્થેસ્ટીક), ડો.સંદીપ ઉપાધ્યાય કોરોનાના સંકજામા સપડાયા. ત્રણેયને કોરોના પોઝીટીવ આવતા ડો.સખીયા તેમજ ડો.અમીપરા બન્ને શ્રીમદ્દ કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ થયા છે. જયારે ડો.સંદીપ ઉપાધ્યાય હોમ આઈસોલેટ છે.

ડોકટરો દર્દીઓની સારવાર કરતા પોતે પણ કોરોના પોઝીટીવ થતા તુરંત સ્વસ્થ થઈ ફરી દર્દીઓની સેવામાં જોડાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આજના બપોર સુધીના ટેસ્ટ દરમ્યાન ડીટેક થયેલ કોરોના પોઝીટીવ ૩૬ સાથે પોઝીટીવની સંખ્યા ૧૧૦૦ને પાર થઈ ગઈ છે.

(4:04 pm IST)