Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મોરબીમાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ફરજ દરમિયાન હાર્ટ એટેકઃ મહિલા પીએસઆઇ એ.વી. ગોંડલિયા સામે આક્ષેપો

મોરબી: મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને વસંતભાઇ રાજાભાઈ વઘેરાને આજે ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે એ ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે, તેમના ઉપરી અધિકારી મહિલા પીએસઆઇ એ.વી.ગોંડલિયાના ત્રાસના કારણે સતત માનસિક તણાવ હેઠળ રહેતા હોવાથી આજે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

એ ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલનું નિવેદન નોંધી બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે

(5:43 pm IST)