Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મોરબીઃ સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

મોરબીઃ મોરબી-વાંકાનેર હાઈવે સુધી વિસ્તરેલા સિરામિક ઉદ્યોગની અનેક ફેકટરીઓ ઢુવા-માટેલ રોડ પર આવેલી છે જે રોડ પર સિરામિક એકમના ઉદ્યોગપતિઓ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે મીટીંગ મળ્યા બાદ સ્વચ્છતા અભિયાન શરુ કરાયું છે અને ત્રણ દિવસમાં માટેલ રોડને સ્વચ્છ બનાવવાનું ઉદ્યોગપતિઓએ બીડું ઝડપ્યું છે. માટેલ રોડમાં બેફામ ગંદકીને પગલે કયુબો સિરામિક ખાતે ઉદ્યોગપતિઓની મીટીંગ મળી હતી જે મીટીંગમાં માટેલ રોડ ખાતે ઉદ્યોગપતિઓ સ્વચ્છતા અભિયાન ચલાવે તેવી ચર્ચામાં સૌ કોઈએ સહમતી દર્શાવી હ્રતીત અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી દેવામા આવ્યો હતો અને આજે કયુબો સિરામિક ફેકટરી આસપાસ કચરો ઉઠાવીને ઘાસ કાઢવા સહિતની સ્વચ્છતા સંબંધિત કામગીરી કરવામાં આવી હતી અને માટેલ મેઈન રોડ તેમજ અંદરના રોડ પર કચરો સાફ કરીને સ્વચ્છતા અભિયાન ચલાવાશે અને ત્રણ દિવસમાં માટેલ રોડને ચોખ્ખો કરવા પણ બીડું ઝડપ્યું છે. રોડની સફાઇ બાદ ચોખ્ખો ચણાક રોડની તસ્વીર.

(1:11 pm IST)