Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

દીનદયાળ રીહેબીલેશન સ્કીમ અંગે દિવ્યાંગોને માહિતગાર કરવાનો કાર્યક્રમ યોજાયો

મોરબી, તા. ૨૬: મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મંગલ મૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા મોરબી ખાતે દિવ્યાંગોની વિવિધલક્ષી યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના. વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોને અને તેના વાલીઓને દીનદયાળ રીહેબીલેશન સ્કીમ (ઝ્રઝ્રય્લ્) યોજના તેમજ દિવ્યાંગોને લગતી વિવિધલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરાયા હતા. ઉજવણી પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયા, રંજનબેન મકવાણા અને ખ્યાતિબેન પટેલ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૮૦થી વધુ બાળકો અને તેના વાલીઓએ ભાગ લઇ વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.

(1:11 pm IST)