Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, કમળો, તાવ, શરદી, ઉધરસના અનેક દર્દીઓ

વઢવાણ, તા.ર૬ : સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાનો ભારે અજગરી ભરડો લેવાયો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓના ભારે કતારો લાગી રહી છે.

શહેરમાં રોગચાળાને નાથવા માટે સરકારી તંત્ર નિષ્ફળ હોવાનું પણ હાલમાં સાબિત થઇ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અસંખ્ય લોકો માંદગીનો હાલમાં શિકાર બન્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર દવાખાનાઓમાં હાલમાં દર્દીઓની સંખ્યામાં રોજબરોજ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં માંદગીમાં મેલેરિયા, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, કમળાના તો દર્દીઓ નોંધાઇ જ રહ્યા છે.

સપ્તાહમાં ૩પ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે સરકારી અને અન્ય હોસ્પિટલોને લઇને ડેન્ગ્યુના કેસો હાલ મોટી માત્રામાં નોંધાયા છે. ત્યારે તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ડેન્ગ્યુનો કહેર જિલ્લામાં ફેલાઇ રહ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.(૮.૧૦)

(1:10 pm IST)