Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગોંડલ નાગરીક સહકારી બેન્ક માં ચેરમેન તરીકે જયંતિભાઇ ઢોલ અને વાઇસ ચેરમેન તરીકે જયરાજસિંહ જાડેજા સતારુઢ:દશ વર્ષ બાદ ભગવો લહેરાયો

ગોંડલ: ગોંડલ નાગરીક સહકારી બેન્ક માં ચેરમેન  સહીત નાં હોદાઓ ની આજે યોજાયેલ ચુંટણી માં જેમને કેન્દ્ર માં રાખી ચુંટણી યોજાઇ હતી તેવાં સહકારી અગ્રણી જયંતિભાઇ ઢોલ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા હતાં.જયારે વાઇસ ચેરમેન પદે પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં એમ.ડી.પદે ડો.પ્રમોદભાઇ પટેલ ચુંટાતા નાગરીક બેન્ક પર દશ વર્ષ બાદ ભાજપ નો ભગવો લહેરાયો હતો.

રાજનિતી માં કહેવતો ઘણીવાર યથાર્થ ઠરતી હોયછે અહીં પણ એજ બન્યું 'ધાર્યુ ધણીનું થયું' હોય તેમ માર્કેટ યાડઁ નાં રાજકારણ માં થી જેમને ધરાર નિવૃતિ અપાઇ હતી તેવાં હેવી વેઇટ જયંતિભાઇ ઢોલ ફરી બેન્ક નાં ચેરમેન બન્યાં છે.અગાઉ દશ વષઁ થી વધું સમય સુધી તેમણે નાગરીક બેન્કનું સફળ સંચાલન કરી રાજકોટ બેન્ક ની શાખા નું અદ્યતન બિલ્ડીંગ બનાવ્યું હતું.અલબત કેટલીક અપાયેલ લોન અંગે વિવાદો પણ થવાં પામ્યાં હતાં.તેમ છતાં જયંતિભાઇ ઢોલ બેન્ક નાં પર્યાય રુપ બની રહ્યાં હતાં.

આજે સવારે અગીયાર કલાકે નાગરીક બેન્ક ખાતે ચુંટણી અધિકારી ની હાજરી માં યોજાયેલ ચુંટણી માં પુવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં તેમની પેનલ નાં ચુંટાયેલા ઓમદેવસિંહ જાડેજા જયારે ભાજપ પ્રેરીત પેનલ નાં સાંસદ રમેશભાઈ ધડુક ને બાદ કરતા સાત સદસ્યો ની હાજરી માં ચુંટણી યોજાઇ હતી.સાંસદ રમેશભાઈ ધડુક દિલ્હી હોય હાજર રહીં શક્યાં ન હતાં,અનામત બેઠક પર બિનહરીફ બનેલાં દિપકભાઇ સોલંકી એ જયંતિભાઇ ઢોલ ને ટેકો આપ્યો હતો.ગત ટર્મ માં તેઓ યતિશભાઇ સાથે જોડાયેલા હતાં.

ચુંટણી બાદ બેંક ખાતે ઉમટી પડેલ ભાજપ નાં સમર્થકો એ ફટાકડાં ફોડી વિજય ને વધાવ્યો હતો

(1:03 pm IST)