Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સોમનાથ સંસ્કૃત યુનિ.વેરાવળ ખાતે ૧૩માં યુવક મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

ત્રણ દિવસીય આયોજીત યુવક મહોત્સવમાં ૪૦ સ્પર્ધાઓમાં ૫૯૦ સ્પર્ધકો સહભાગી થયા : જામનગર આણંદાબાવા સેવા સંસ્થાનના અધ્યક્ષ દેવપ્રસાદ મહારાજ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

પ્રભાસ પાટણ, તા.૨૬:શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ૧૩મા યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો.વેરાવળથીશોભાયાત્રાનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લાના કલેકટર શ્રી અજય પ્રકાશ તથા યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાયુનિવર્સિટીના પદાધિકારીઓ, તમામ સ્પર્ધકો, અધ્યાપકો અને યુનિવર્સિટી કર્મચારીઓ જોડાયા હતા. યુનિવર્સિટી પરિસરમાં વાજતે-ગાજતે પહોંચેલી સંસ્કૃત શોભાયાત્રાનું સ્વાગત કુલપતિએ કરી, યુવક-મહોત્સવનો ધ્વજ ફરકાવ્યો અને મશાલની યથોચિત સ્થાને સ્થાપના કરાવી હતી. તેમજ યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ભાગ લેવા આવેલ તમામ સ્પર્ધકો પાસે કુલસચિવ ડો. દશરથ જાદવ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

 ઉદ્દ્યાટન સમારોહમા કુલસચિવ ડો. દશરથ જાદવે શાબ્દિક સ્વાગત કરી ત્રણ દિવસના કાર્યક્રમોની વિગતો આપી આ યુવક મહોત્સવમાં કુલ ૪૦ સ્પર્ધાઓ, ૩૧ મહાવિદ્યાલયો અને ૫૯૦ સ્પર્ધકો છે. તેમ જણાવ્યું હતું. વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ સોમનાથની પવિત્ર ભૂમિમાં પધારેલ તમામ સ્પર્ધકો, નિર્ણાયકો અને અધ્યાપકોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

આ સમારોહનાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનાં કુલપતિ ડો. નિતિનકુમાર પેથાણીએરમતગમત (સ્પોર્ટ્સ)નું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, દરેક યુનિવર્સિટી સાથે ત્રણ પ જોડાયેલા છે. પ્રવેશ- પરીક્ષા- પરિણામ. ચોથા ૫ એટલે કે પ્રવૃત્ત્િ।ઓ દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક ભાવનાઓ સોળે કલાએ ખીલે એનું આયોજન એટલે યુવક મહોત્સવ. સાહિત્ય-સંગીત-કલા અને રમત-ગમત વિના મનુષ્ય જીવન અપૂર્ણ છે. હાર-જીત એમ બંનેમાં સરખો ભાવ રાખી, મનને પ્રત્યેક ક્ષણમાં આનંદિત રાખવા તેમણે દરેક સ્પર્ધકોને અપીલ કરી હતી. આણંદાબાવા સેવા સંસ્થાન, જામનગરના અધ્યક્ષશ્રી દેવપ્રસાદ મહારાજે યુવક મહોત્સવના સુંદર આયોજન બદલ યુનિવર્સિટીને અભિનંદન આપતાં કહ્યું કે, તમામ સ્પર્ધકો કે જેમણે ૧૩મા યુવક મહોત્સવમાં ભાગ લીધો તે તમામે આ ક્ષણે જ જીત મેળવી લીધેલ છે, કારણ કે તેમણે સ્પર્ધામાં ભાગ લીધો છે. આ તેમની પ્રથમ જીત છે. જીતની આ ભૂમિમાં સૌ સ્પર્ધકોને આમંત્ર્યાં. રમતગમતની સફળતા માત્ર મેદાન સુધી ન રાખતાં જીવનમાં ઉતારવાં સૌને પ્રેરણા આપી. શારીરિક ક્ષમતા વધુને વધુ કેળવવા સૌ સ્પર્ધકોને હાંકલ કરી હતી. આણદાબાબા સેવા સંસ્થાન, જામનગર તરફથી અધ્યક્ષશ્રી દેવપ્રસાદ મહારાજે અત્રેની યુનિવર્સિટીને રૂ.૨,૧૧,૧૧૧નું દાન કર્યું હતું.

યુનિવર્સિટીનાકુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ કહ્યું કે આ યુનિવર્સિટીની સ્થાપનાના ૧૪ વર્ષ પૂર્ણ થયેલ છે. યુનિવર્સિટી બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થામાં પસાર થઈને હાલમાં યુવાવસ્થામાં પ્રવેશેલ છે.આ યુવક મહોત્સવમાં ૩૧ જેટલી મહાવિદ્યાલયો/કોલેજમાંથી પધારેલા તમામ સ્પર્ધકોને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી પોતાની સ્પર્ધામાં જવલંત સફ઼ળતા મેળવવા સૌને પ્રેર્યાં હતા. પ્રોત્સાહન અને પ્રગતિ દ્રારા પ્રસિધ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે તેમ તેમણે જણાવ્યું હતું.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના અધ્યાપક અને આ યુવક-મહોત્સવના મુખ્ય-સંયોજક ડો. જયેશકુમાર મુંગરાએ મંચસ્થ મહાનુભાવોનો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કર્યો હતો.સંચાલન યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના પ્રાધ્યાપક ડો. પંકજ રાવલે કર્યું હતું.

(11:44 am IST)