Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ઉના દ્રોણેશ્વર ગુરૂકુળમાં યુવા મહોત્સવ

ઉનાઃ કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ઉજવવાયો ગીર સોમનાથ જીલ્લા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો હતો.

ગુજરાત સરકાર આયોજીત યુવા મહોત્સવ અંતર્ગત અત્યારે સમગ્ર ગુજરાતમાં જીલ્લા કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધા તથા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગીર સોમનાથ જીલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના પ્રારંભમા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત પુજ્ય સંતોનુ પુજન થયું. આ કાર્યક્રમ માટે આવેલ સ્પર્ધાના કન્વિનર તથા નિર્ણાયકને સન્માનિત કરાયા.  સન્માન વિધિ બાદ સંતોના આશીર્વાદ તથા મહેમાન શ્રી ના પ્રેરણાદાયી ઉદબોધન અને ગીરગઢડાના મામલતદાર કોરડીયા સાહેબ દ્વારા આભારવિધિ થઈ હતી. આ વિશેષ સ્પર્ધાઓમાં સહભાગી સ્પર્ધકોને નિયમોથી વાકેફ કરાયા હતા. સમુહ રાસ, એકાકી નાટ્ય, વકતૃત્વ સ્પર્ધા, લોકવાર્તા, ચિત્રકલા વગેરે સ્પર્ધામાં તાલુકા કક્ષાના વિજેતાઓ સહભાગી થયા હતા. તમામ નિર્ણાયક મિત્રોને અને સ્પર્ધકોને ભોજનની વ્યવસ્થા ગુરુકુલ પરિસરમાં જ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ જીલ્લા યુવા વિકાસ અધિકારી મકવાણા સાહેબના માર્ગદર્શન નિચે યોજાયો હતો. મહોત્સવમાં દીપ પ્રાગટ્ય થયુ તે તસ્વીર

(11:39 am IST)