Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હિક્કા વાવાઝોડાની અસર મુન્દ્રામાં સવા ઇંચ વરસાદ માંડવીમાં અડધો ઇંચ, અબડાસા, લખપતમાં ઝાપટા-ભુજમાં ૩૬ ડીગ્રી ગરમી સાથે આગ ઝરતી લૂ

ભુજ તા.૨૬: હિક્કા વાવાઝોડાની અસર તળે કચ્છમાં સર્જાયેલા લો પ્રેસરની કાંઠાળ વિસ્તારોમાં અસર રહી છે. સતત ચોથા દિવસે વરસાદે મુન્દ્રા અને માંડવી પંથકમાં પોતાની હાજરી પુરાવી હતી. ગઇકાલે ફરી વાતાવરણ પલટાયું હતું અને મુન્દ્રા તેમ જ આજુબાજુના કાંઠાળ વિસ્તારોમાં અડધો કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો, માંડવીમાં અડધો ઇંચ અને અબડાસા, લખપતમાં ઝાપટા સ્વરૂપે વરસાદે હાજરી પુરાવી હતી. જોકે,ભુજમાં ૩૬ ડીગ્રી ગરમી સાથે આગ ઝરતી લૂ વરસતા લોકો આકાશમાંથી વરસતી ગરમીથી ત્રાહિમામ થઇ ગયા છે.

(11:39 am IST)