Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

શિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થતા ૩૦ દરવાજા ખોલાયા : ભાવનગર-રાજકોટ હાઇ-વે ઉપર પાણી વહેતા વાહન વ્યવહારને અસર

ભાવનગર, તા. ર૬ : ભાવનગરના સિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થયું છે. તળાવના ૩૦ દરવાજા ખોલવામાં આવતા ભાવનગર-રાજકોટ હાઇ-વે પર પાણી વહેતા વાહન વ્યવહારને અસર પડી હતી.

ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલમાં શિહોરનું ગૌતમેશ્વર તળાવ ૬ વર્ષ બાદ ઓવરફલો થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થતાં તેના પર દરવાજામાંથી ૩૦ દરવાજા ખોલવામાં આવતા ગૌતમી નદી ગાંડીતૂર બની હતી અને ભાવનગર-રાજકોટ હાઇ-વે પર રસ્તામાં પાણી વહેતા થતાં વાહન વ્યવહારો  આંશીક અસર થઇ હતી. શિહોરવાસીઓ નીરના વધામણા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.

દરમ્યાન છેલ્લા ર૪ કલાક દરમ્યાન જીલ્લામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે જેમાં ઉમરાળામાં ર મી.મી., ગારીયાધારમાં ર મી.મી., જેસરમાં ૬ મી.મી., તળાજામાં ૧૭ મી.મી., વલભીપુરમાં ર મી.મી., અને શિહોરમાં ૧૭ મી.મી. વરસાદ નોંધાયો છે. (૮.૭)

(11:09 am IST)