Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રાત્રે જેતપુર- વડાલ વચ્ચે વરસાદ : અડધી કલાકથી વરસાદ ચાલુ : વીરપુરમાં પણ ઝાપટું

રાત્રે આકાશમાં વાદળો ગોરંભાતાં વરસાદી માહોલ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ : દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ આજે રાત્રે જેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાત્રે આકાશમાં વાદળો ઉમટયા હતા અને જેતપુર વડાલ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો

જેતપુર વિરપુર સહિતના હાઇવે પર વરસાદથી રાજમાર્ગો ભીના થયા હતા.

સોરઠના હવામાનમાં ગઇકાલથી પલટો આવતા આકાશમાં વાદળો છવાયા બાદ આજ સવારથી આકાશમાં વાદળો ગોરંભાતા માવઠામય માહોલ છવાયો છે. અને ગિરનાર પર્વત પર વાદળોનું આવરણ છવાયું છે.

જેતપુર પંથકના મેવાસા, વાડાડુંગરા, હરિપર, પ્રેમગઢ, ધોરીધાર, જેપુર, જાબુંડી, વિરપુર સહિતના ગામોમાંપણ વરસાદના અહેવાલ મળે છે 

(9:13 pm IST)