Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કેશોદ તાલુકાનાં આહિર યુવાનો દ્વારા દ્વારકા ખાતે જન્માષ્ટમીમાં મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા પુરજોશમાં તૈયારી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૬: દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્ત્।ે દર વર્ષે આહિર સમાજથી દ્વારકાધીશનાં જગતમંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારે શોભાયાત્રાનાં માર્ગ પર મટકી ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદ તાલુકાનાં આહિર સમાજના યુવાનો દ્વારા દર વર્ષે ટીમ બનાવી મટકી ફોડ કાર્યક્રમમાં જોડાય છે.

ગતવર્ષે કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમ યોજાયો ન હતો ત્યારે આ વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવનારી છે. જેથી કેશોદ આહિર યુવક મંડળ નાં યુવાનો ઈસરા ગામે ધુળેશીયા બાપાનાં મંદિરે પટાંગણમાં રોજ રાત્રીના સમયે બાલાગામ, બામણાસા, સરોડ, ઈસરા, ખમીદાણા, નાની ઘંસારી અને અખોદર ગામનાં આહિર યુવાનો એકઠાં થઈ પ્રેકિટસ કરી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્ર નાં ભાવિકો ભકતો ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે ત્યારે દ્વારકા ખાતે ઉમટી પડશે ત્યારે કેશોદ નાં આહિર યુવાનો મટકી ફોડ કાર્યક્રમ માં જોડાઈ કેશોદ શહેર તાલુકા ને ગૌરવ અપાવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ આહિર યુવક મંડળનાં ભરતભાઈ બારીઆ, સંજયભાઈ કંદોરીયા, જયેશભાઈ સોલંકી, રાજુભાઈ બોદર, મહેશભાઈ કરંગીયા, રમેશભાઈ ભેડા જહેમત ઉઠાવી રહ્યાં છે.

(12:59 pm IST)