Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ચોટીલામાં ૧૨૫ વર્ષ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્વાર, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

 (હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૨૬: ચોટીલાના મોચી બજારમાં આવેલ ૧૨૫ વર્ષ જૂના મંદિરના જીર્ણોધાર બાદ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાયેલ જેનો ધર્મપ્રેમી લ્હાવો લીધેલ હતો.

આ મંદિરનુ આજથી ૧૨૫ વર્ષ પહેલા ચોટીલાના મોઢ વણિક પીતાંબરદાસ વીરચંદ પારેખે નિર્માણ કરી તેમાં શિવલિંગ તથા હનુમાનજીની મૂર્તી ની સ્થાપના કરી હતી. ત્યારબાદ તાજેતરમાં સોની ભાવિનભાઈ વિનુભાઈ મંદિરનો સંપૂર્ણ જીર્ણોધાર કરાવ્યો છે. રક્ષાબંધન ના શુભ દિવસે શિવલિંગ, હનુમાનજીની નવી મૂર્તિ, રામદરબાર, કાલભૈરવ સહિતની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરમાં દીપમાળા, મહાઆરતી,મંદિરમાં રંગોળીના શણગાર, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ.

શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર તમામ મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વિવિધ વિસ્તારના ધર્મપ્રેમીઓ જોડાયેલ અને ધાર્મિક કાર્યમાં ખાસ હાજર રહ્યા હતા.

(11:43 am IST)