Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

માંગરોળમાં દરજી કામ કરતા પિતાના સંતાન ડો.સચીનભાઇએ જીપીએસસી પરીક્ષા પાસ કરી

જૂનાગઢ તા.રપ : માંગરોળમા દરજી કામ કરતા પિતાના સંતાન ડો.સચીન જે. પીઠડીયાએ જીપીએસસી વર્ગ-રની પરીક્ષા ઉતીર્ણ કરીને પીઠડીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.

માંગરોળના વતની માતા ઉષાબેન અને પિતા જયંતીલાલ પીઠડીયાના પુત્ર ડો.સચીન જે.પીઠડીયાએ વર્ષ ૨૦૨૧માં ગાંધીનગરથી લેવાતી સૌથી કઠીન ગણાતી જીપીએસસી વર્ગ-ર અધિકારી તરીકે ગર્વમેન્ટ કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા સમાજશાસ્ત્ર વિષયમાં ઉતીર્ણ થયા છે. માંગરોળ જેવા અંતરિયાળ વિસ્તારમા સામાન્ય પરિવારમાં પિતા દરજીકામ કરતા હતા અને માતા પ્રાઇવેટ સ્કુલમાં ટીચર હતા બાળકોને ટયુશન કરાવીને પુત્રના ભણવાની ફી ભરતા હતા. પિતા સાયકલ લઇને દુકાને જતા તે દુઃખ મારાથી જોવાનુ ન હતુ તેને એક દિવસ ફોર વ્હીલરમાં બેસાડવાનું સપનુ જોયેલુ. આવી પરિસ્થિતિમાં પરિવારમાં આર્થિક મુશ્કેલી વચ્ચે અડગ મનોબળ ધૈર્ય, હિંમતથી ધોરણ એક થી એમએ, એમફીલ, પીએચડી અને જીપીએસસી કલાસ-ર સુધીની સફર પુરી કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સમાજશાસ્ત્ર ભવન રાજકોટ મુકામે સૌ.યુનિ. કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, ડો.પ્રો. ભરતભાઇ રામાનુજ, ડો.પ્રો.નિકેશ શાહ, સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.ડો.જયશ્રીબેન નાયક મેડમના હસ્તે વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ. ભવનના પ્રો.ડો.ભરતભાઇ ખેર, પ્રો.ડો.રાકેશભાઇ ભેદી સાહેબે વિશેષ પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.

આ સફરમાં અનેક મુશ્કેલીઓ ભરતમામા, પ્રકાશ મામા અને કમલમામા સામાજિક અને આર્થિક મદદ મળી. બહેન દિપ્તી પીઠડીયાએ ભણવા પ્રત્યે ખુબ પ્રોત્સાહન આપ્યુ. કોલેજ કાળમાં શારદાગ્રામ કોલેજ માંગરોળના પ્રી.પ્રો.ડો.. એચ.ડી.ઝણકાટ સર, ડો.પ્રો.ડો.સોસા, પ્રો.ડો.રમેશ મહેતા, પ્રો.ડો.સતીષ દવે, પ્રો.ડો. સોલંકી, પ્રો.ડો. ઉપાધ્યાય,પ્રો.ડો. ચાવલા સર સહિત તમામ પ્રોફેસરો પાસેથી પરીક્ષાલક્ષી શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહ્યુ. સૌરાષ્ટ્ર યુનિ.ના સમાજશાસ્ત્ર ભવનના હેડ સ્વર્ગસ્થ પ્રો.ડો. હરેશ ઝાલા પાસેથી વિષય સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન મળ્યુ ઉપરાંત પ્રવર્તમાન હેડ પ્રો.ડો.જયશ્રીબેન નાયક, પ્રો.ડો. ભરતભાઇ ખેર, પ્રો.ડો. રાકેશભાઇ ભેદી પણ વિષય સંદર્ભે અમોને માર્ગદર્શન કર્યા. આ તકે સૌ.યુનિ. અંગ્રેજી ભવનના પ્રોફેસર જયદીપભાઇ ડોડીયા, પ્રો.ડો. ભુપેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ એન.પી. આર્ટસ કોલેજ અમદાવાદ, પ્રો. નિલેશભાઇ બી.સેતા - ભાવનગર, પ્રો.યોગેશભાઇ ચાડસણીયા - ઉમરપાડા, પ્રો. શૈલેષભાઇ ડી.કાનાણી-રાપર, ખુશ્બુવાળા અમદાવાદ, પ્રા. સંદિપ સાંચલા કઠલાલ જિ. ખેડા, ડો.પંકજકુમાર મુછડીયા રાજકોટ આ તમામ પ્રોફેસરો અને મિત્રો પાસેથી પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન પ્રાપ્ત થયુ હતુ.

(11:37 am IST)