Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

હળવદના સાત ગામના ખેડૂતોએ પાણી આપવા માંગ કરીઃ જો સમયસર પાણી મળી જાય તો મહામુલો પાક બચી જાય

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૬ : તાલુકાના સાત ગામના ખેડૂતોએ બ્રાહ્મણી-૨ ડેમ હેઠળની કેનાલમાંથી પાણી આપવા માટે માંગ ઉઠાવી છે જેને લઇ ગતરાત્રીના ધનાળા ગામના પાટિયા પાસે ૨૦૦થી વધુ ખેડૂતોએ એકઠા થઇ નર્મદા નહેરના અધિકારીઓને રજૂઆત કરી હતી.

વરસાદ ખેંચાતા જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે અને મહામુલા પાકને બચાવવા ખેડૂતો કાકલુદી ભરી રજૂઆતો કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા,મયુરનગર,જુના દેવળીયા,નવા દેવળીયા, પ્રતાપગઢ,ધુળકોટ,દ્યનશ્યામનગર સહિતના ગામોના ખેડૂતોને પાછલા ૧૫ દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટિયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ હતી

વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કપાસ અને મગફળીનો પાક સારો છે જો સમયસર બે પાણી પીવડાવવામાં આવે તો અમારો પાક બચી શકે તેમ છે જેથી વહેલી તકે પાણી આપવામાં આવે તે જરૂરી હોવાનું જણાવી સરકાર ખેડૂતો પ્રત્યે રહેમ રાખે તેવી માંગ ઉઠાવી હતી.

(11:34 am IST)