Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

વેપારીઓ સાવધાન !! મોરબીમાં દુકાનોમાં વસ્તુ જોવાના બહાને ચોરી કરતી મહિલા ટોળકી સક્રિય

મોરબીની રવાપર ચોકડીએ મહિલા ટોળકીએ નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો, ઘટના સીસીટીવીમાં કેદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૬: મોરબીમાં દુકાનોમાં વસ્તુ જોવાના બહાને ઘુસીને કસબ અજમાવતી ટોળકી સક્રિય થઈ છે. જેમાં મોરબીના ભરચકક વિસ્તાર રવાપર ચોકડી પાસેની એક દુકાનમાં મહિલા સહિતની ટોળકીએ વસ્તુ ખરીદવાના બહાને આ વસ્તુઓ સેરવી લીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી .તેવી આવી ટોળકીથી વેપારીઓ સાવધાન રહે તે જરૂરી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ટોળકીની કરતુત દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો કે મહિલાએ આખા મોઢા ઉપર દુપટ્ટો બાંધી રાખી હોય તેમજ અન્ય વ્યકિત માસ્ક પહેર્યું હોવાથી સીસીટીવી ફુટેજમાં ચહેરા ઓળખાય એમ નથી. પણ પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે તો આરોપીઓ ઝડપાઇ શકે એમ છે. જો કે આવી ઘટનાઓ ભૂતકાળમાં અનેક વખત બહાર આવી છે. તેથી આ ઘટનાથી વેપારીઓ સતર્ક રહે તેમજ સાથેસાથે પોલીસ નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે.

(11:31 am IST)