Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

શાપર સર્વિસ રોડની પાળીમાં બાઇક અથડાતાં ઇશાકનું મોત

પીપળીયા રહેતો યુવાન રાત્રે રીબડાથી શાપર જઇ રહ્યો હતો ત્યારે બનાવઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: ગોંડલના પીપળીયા ગામે માર્કસવેલ સ્પીનીંગ નામના કારખાના પાસે ઓરડીમાં રહેતો અને કારખાનામાં કામ કરતો ઇશાક અનીશભાઇ મહમદ  (ઉ.વ.૨૮) નામનો યુવાન રાતે કામ સબબ રીબડા આવ્યો હોઇ અહિથી બાઇક હંકારી પરત પીપળીયા જતો હતો ત્યારે શાપર શાંતિધામ બસ સ્ટેશન પાસે પહોંચ્યો ત્યારે કોઇ કારણે કાબુ ગુમાવતાં બાઇક સર્વિસ રોડની પાળીમાં અથડાતાં તેને માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

અકસ્માતને કારણે તે ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયો હતો. સારવાર માટે પોલીસે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ શાપર પોલીસને જાણ કરી હતી.

(10:59 am IST)