Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

વાંકાનેરમાં 'શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર' દિવ્ય દિપમાળા સાથે મહાઆરતી સુશોભન :

વાંકાનેરઃવાંકાનેર માં ભાટિયા સોસાયટી માં આવેલ ભવ્ય શિવાલય મંદિર 'શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર' ખાતે પવિત્ર શ્રાવણમાસ માં દરરોજ સાંજે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર માં ભવ્ય દિવ્ય 'બે દિપમાળા સાથે સાંજે દાદાની મહા આરતી' કરવામાં આવે છે. સાંજે નગારા, ઝાલરોના ધેરા નાદથી ભકિતમય માહોલ વચ્ચે શ્રી ગંગેશ્વર મહાદેવદાદાની આરતી થાય છે આ ઉપરાંત વિધ વિધ જાતના ફૂલોનાં 'શણગાર દર્શન' પણ સોમવારે થઈ રહયા છે તેમજ સાંજે શ્રી ગંગેશ્વર મહિલા ધૂન મંડળ ના બહેનો ધૂન, સંકીર્તન કરે છે પવિત્ર શ્રાવણમાસ માં સાંજે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે આ વિસ્તારના ભાવિકો બહોળી સંખ્યામાં દર્શન, આરતીનો લાભ લઈ રહયા છે તેમજ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ને અનેરા લાઈટ ડેકરોસન, સીરીઝોથી સૂભોશીત કરવામાં આવેલ છે. ઉપરોકત તસ્વીર ગઈકાલે સાંજે દિવ્ય ભવ્ય દિપમાળા થયેલ, તેમજ મંદિરની તસ્વીર, ઇન્સેટ તસ્વીર માં પૂજારી શ્રી કૈલાશગીરી તેમજ મંદિરના અનન્ય ભકતજન શ્રી કોટક સાહેબ નજરે પડે છે. આખો શ્રાવણમાસ વિધ વિધ ધાર્મિક કાર્યક્રમો સહુ ભાવિક, ભકતજનો દ્વારા થઈ રહયા છે જે યાદી શ્રી ગંગેશ્વર મહાદેવ સેવા સમિતીના શ્રી આર.ટી.કોટકે જણાવેલ છે.

(10:08 am IST)