Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ: સરકાર સામે આંદોલનનો તખ્તો તૈયાર કરાયો

ખેડૂત એકતા મંચ વરસાદ ખેંચાતા વિવિધ માગણીઓ સાથે જીલ્લાભરના ખેડૂતો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરશે: કાપડ એસોસિએશન અને સોની વેપારી એસોસિએશનનો ટેકો

સુરેન્દ્રનગરના ખેડૂતોએ હવે સરકાર વિરુદ્ધ વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરવાની રણનીતિ બનાવી છે . તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

 આ દરમ્યાન ખેડૂત એકતા મંચ વરસાદ ખેંચાતા વિવિધ માગણીઓ સાથે જીલ્લાભરના  ખેડૂતો સાથે કલેક્ટર કચેરીએ ભેગા થઈ રજૂઆત કરશે. જેમાં સુરેન્દ્રનગર કાપડ એસોસિએશન અને સોની વેપારી એસોસિએશનએ પણ લેટર પેડ પર લખી ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે.

સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થઇ રહ્યુ હતુ જેને ધ્યાને લઇ તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ડેમ, જળાશયો અને કેનાલ મારફતે પાણી પૂરું પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખેડુતોએ તાત્કાલિક કેનાલો મારફતે સિંચાઇ મારફતે પાણી છોડવા માંગ કરી છે.

જેના આગામી દિવસોમાં હજુ વરસાદ ખેંચાશે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે અને ખેડુતોને બીયારણો પણ નિષ્ફળ જશે.

(10:44 pm IST)