Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

વધુ ૨૦ કેસ સાથે કચ્છમાં કોરોનાની બેકાબૂ ગતિ, કુલ કેસ 463

તંત્ર આંકડાઓ છુપાવે છે? લોકોમાં ચર્ચા, સરકારના ડેશ બોર્ડ, રોજિંદી યાદીના આંકડાઓમાં ફેરફાર

ભુજ : કચ્છમાં કોરોના બેકાબૂ ગતિએ વધી રહ્યો છે. આજે વધુ ૨૦ કેસ સાથે કુલ કેસનો આંકડો ૪૬૩ ઉપર પહોંચ્યો છે. આજે ૨૦ કેસમાં ભુજમાં ૭, અંજાર શહેર અને તાલુકામાં મળીને ૭, આદિપુર અને ગાંધીધામમાં ૫ તેમ જ ભચાઉમાં ૧ કેસ નોંધાયો છે. આજ સુધીના આંકડાઓ જોઈએ તો એક્ટિવ કેસ વધીને ૧૭૩, સાજા થયેલા દર્દીઓ ૨૬૭ અને કુલ દર્દીઓની સંખ્યા ૪૬૩ છે.

દરમ્યાન કચ્છ જિલ્લાના કોરોનાના આંકડાઓ અને માહિતી તેમ જ સરકારના ડેશ બોર્ડમાં માહિતી બાબતે તંત્રની વિસંગતતાને કારણે લોકોમાં ચર્ચા છે. તો, સ્થાનિકે પણ દર્દીઓની પૂરતી વિગતો તેમ જ મોતના આંકડાઓ બાબતે તંત્ર સામે સવાલો છે.

(9:01 pm IST)