Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

સાણથલીના વલ્લભભાઈ ધડૂકને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ત્રણ કલાકમાં જ મૃત્યુ

વલ્લભભાઈના અવસાનથી સાણથલીમાં દુ:ખ સાથે ભય ફેલાઈ ગયો

 જસદણનાં સાણથલી ગામના વલ્લભભાઈ ચનાભાઇ ધડુક )ઉ વર્ષ 72 )નો આજે બપોરે જસદણ ખાતે કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવતા તંત્ર દ્વારા પ્રથમ તેમને સાણથલી તેમના ઘેર લઇ જવામા આવ્યા હતા ત્યાથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ કરવાનાં હતા પરંતુ વલ્લભભાઈનુ તેમના ઘેર જ અવસાન થયુ છે.

  વલ્લભભાઈ પટેલ ગઇકાલે સાંજે જસદણ કોરોના રીપોર્ટ કરાવવા ગયા હતા પરંતુ મોડુ થઇ જતા આજે કોરોના રીપોર્ટ કરાવ્યો હતો પરંતુ સારવાર મલે તે પહેલા જ તેમનુ અવસાન થતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
     વલ્લભભાઈના અવસાનથી સાણથલીમાં દુ:ખ સાથે ભય ફેલાઈ ગયો છે.

(4:58 pm IST)