Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

અબડાસાના કાળા તળાવમાં વીજળી પડતા આધેડે જીવ ગુમાવ્યો : પંથકમાં શોક ફેલાયો

હતભાગી આધેડ પોતાના ખેતરમાં હતા, ત્યારે આકાશી વીજળી પડી

નલિયા : કચ્છમાં સવારથી મેઘમય માહોલ વચ્ચે ઠેર ઠેર વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. જેમાં અબડાસામાં બપોરે બારથી બે વાગ્યા દરમિયાન ભારે ગાજવીજ સાથે 35 એમએમ જેટલો વરસાદ થયો હતો. અબડાસામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા વરસાદ વચ્ચે વીજપાતનો બનાવ સામે આવ્યો હતો. અબડાસાના કાળા તળાવમાં બપોરે વીજળી પડતા નટુભા બારાચ નામના 50 વર્ષિય આધેડનું મોત નિપજ્યું હતું. હતભાગી આધેડ પોતાના ખેતરમાં હતા, ત્યારે આકાશી વીજળી પડતા જીવ ગુમાવ્યો હતો. વીજપાતની આ ઘટનામાં આધેડનું મોત થતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોક ફેલાયો હતો.

(10:06 pm IST)