Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસે ઘરે બેઠા આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં વિડીયો બનાવી ભાગ લેવા આમંત્રણ

મોરબી :લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા તા. ૦૧ જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસે આપનું રસોઈઘર આપનું ઔષધાલયના અનુસંધાને ઘરે બેઠા આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં વિડીયો બનાવી ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

ભારત માં 1 જુલાઇ ને ડોકટર્સ ડે એટલે ઉજવવામા આવે છે કારણ કે આ દિવસે ભારતના પ્રખ્યાત ડોકટર બિધાન ચંદ્ર રોયનો જન્મ થયો હતો. આયુર્વેદ એક સ્વાવલંબી સારવાર નું વિજ્ઞાાન છે. આપણા રસોડામાં જ એટલા બધા ઉપયોગી આહાર દ્રવ્યો અને મસાલા હોય છે કે રોજિંદા રોગોને મટાડવા માટેનું નાનકડું એક ઔષધાલય ઘરમાં જ ઊભું થઈ જાય.
રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નાં અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી માં ભાગ લેવા કેટેગરી મુજબ પ્રશ્ન નાં જવાબ નો વિડીયો નીચે આપેલ કોઈ એક વૉટ્સેપ નંબર પર મોકલી આપો. 98249 12230 / 87801 27202 / 97279 86386 .છેલ્લી તારીખ:- 1 /7 / 2021 રાત્રે 9=00 સુધી માં મોકલી આપો.
કેટેગરી-1 (ધો-1,2,3,4)
કે-1 પ્રશ્ન:- હળદર – મરચાં નાં ઔષધીય ગુણો જણાવો.
કેટેગરી-2 (ધો- 5,6,7,8)
કે-2 પ્રશ્ન:- સંપુર્ણ આહાર એટલે શું ? સમજાવો.
કેટેગરી-3 (ધો-9,10,11,12)
કે-3 પ્રશ્ન:-દાળ- શાક નો “વઘાર” એ ભારતિય આહાર- વિજ્ઞાન ની શોધ અને પોતિકી પરંપરા છે તેમાં વપરાતાં દ્રવ્યો નાં ઔષધિય ગુણો સમજાવો.
કેટેગરી-4 (કોલેજ નાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન:- આપણાં રસોડા માં આહાર તરીકે વપરાતાં દ્રવ્યો નાં ઔષધીય ગુણો જણાવો.
એલ.એમ.ભટ્ટ – દિપેન ભટ્ટ
“આર્યભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો

(10:24 pm IST)