Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

નવલખી પોર્ટ પર કોલસો ચોરી કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

માળીયા  નવલખી પોર્ટ પર અન્યનો કોલસો ચોરી કરવાની કોસિસ કરી એક વ્યક્તિને ગાળો આપી બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર ટ્વીન ટાવરમાં રહેતા અજયભાઈ છેદીલાલ જયસ્વાલ (ઉ.૩૫) એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામદેવસિંહ સુરુભા ઝાલા રહે-મોટા દહીંસરાએ પોતાની ગાડી જીજે ૦૩ બીટી ૭૧૮૩ વાળી આરોપી ડ્રાઈવર સાથે મોકલી કોઈ પણ જાતની કાયદેસરની કોલસા લોડીંગની સ્લીપ નહિ મેળવી ડ્રાઈવરને નવલખી પોર્ટમાં કોલસો ભરવા મોકલી અને પોર્ટ પર પ્લોટ ૩ માં રાખેલ કોલસો ચોરી કરવાની કોશીસ કરી સાહેદ વિરમભાઇને ભૂંડાબોલી ગાળો આપી અને ગાળો આપવાની નાં પાડતા બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

(10:21 pm IST)