Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ધોરાજીમાં સરકારી તંત્ર રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરી બીજી તરફ લોકો રસી માટે ગયા તો ધરમનો ધક્કા થયા...?

જિલ્લા કલેકટરના જાહેરનામાનો અમલ વારી અંગે તેમજ સોશિયલડિસ્ટન્સનું પાલન કરવાની તાકીદ કરવા બાબતે સરકારી તંત્ર ધોરાજીની બજારમાં ફર્યો અને તાત્કાલિક વેક્સિન દેવાની સૂચનાઓ આપી પરંતુ વેપારીઓ વેક્સિન લેવા ગયા તો વેપારીઓને ધરમનો ધક્કો થયો વેક્સિન ઓછી આવી છે તેવા જવાબો આપ્યા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં જિલ્લા કલેકટરશ્રીના જાહેરનામું તમામ વેપારીઓએ દિવસ 10માં વેકેશન લઈ લેવા નહિતર સરકારી પ્રશાસન અને પોલીસ તેમની દુકાનો બંધ કરાવી દેશે તે પ્રકારના જાહેરનામા સામે ગઈકાલે ધોરાજી સરકારી પ્રશાસન પોલીસ સાથે બજારોમાં ચેકિંગમાં નીકળ્યા હતા અને સ્થળ ઉપર ટેસ્ટ અને રસીકરણ પણ કરાવ્યું હતું આ સમયે અધિકારીઓએ જણાવેલ કે કોવિડ guidelines નું તાત્કાલિક પાલન કરવું તેમજ તમામ વેપારીઓએ વેક્સિન ફરજિયાત લેવું જે કડક સૂચનાઓ આપી હતી નહીંતર આપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
જે સૂચનોને ધ્યાનમાં રાખી ધોરાજી ની જનતા તેમજ વેપારીઓએ વેક્સિન લેવા બાબતે ધોરાજીના અનેક સ્થાનો ખાતે ધક્કા ખાધા પરંતુ કોઈ કેન્દ્ર ઉપર વેકેશન ઉપલબ્ધ નહોતી જાણવા મળતી માહિતી મુજબ એક રસી કેન્દ્ર ઉપર માત્ર 50 લોકોને રસી અપાય તેટલી જ વ્યવસ્થા હતી અને ધોરાજી શહેરમાં માત્ર ૨૦૦ લોકોને જ રસી આપવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ 400થી 500 લોકો ધરમના ધક્કા ખાધા છે અને તેમને રસી સમયસર મળી નથી આ બાબતે ધોરાજીના વેપારીઓએ સરકારશ્રીના જાહેરનામાનો ભંગ ન થાય તે બાબતે વેપારીઓને ધોરાજી જનતા પણ એક્ટિવ છે અને તમામ લોકો વેક્સિન લેવા બાબતે પણ અગત્ય ધરાવે છે પરંતુ ધોરાજીમાં રસી કેન્દ્ર સરકારનું ચાલી રહ્યું છે ત્યાં રસી નથી તો લોકો શું કરે તે સવાલ ઉભા થયા છે...?
આ બાબતે ધોરાજીમાં તમામ રસી કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન નો પૂરતો જથ્થો આપવામાં આવે પછી જ જાહેરનામાનો ધોરાજીમાં અમલ કરવામાં આવે તેવી ધોરાજીના વેપારીઓની માગણી છે તેમજ ધોરાજીની જનતાની પણ માગણી છે

(6:37 pm IST)