Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જામનગર હાપામાં જુગાર રમતી ૧૦ મહિલાઓની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગર અને હાપામાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતી ૧૦ મહિલાઓને ઝડપી લીધી છે.

પંચ એ પોલીસ મથકના એલ.જી.રાતડીયાએ તા. રપ ના રોજ હાપા ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમી રહેલા સુનીલ અનીલભાઈ રાઠોડ, લીલાબેન કાળુભાઈ કોળી, સવીતાબેન અશોકભાઈ કોળી, સમુબેન ભુપતભાઈ કોળી, શાંતાબેન લખમણભાઈ કોળીને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૪ર૯૦ સાથે ઝડપી પાડી હતી.

સીટી સી ડિવિઝનના કે.આર.ગૌસ્વામીએ તા. રપ ના રોજ વામ્બે આવાસમાં જાહેરમાં જુગાર રમી રહેલ શારદાબેન રામજીભાઈ સોઢા, કુવરબેન વિસનજીભાઈ ઝાલા, ભાનુબેન પોપટપુરી ગૌસ્વામી, કૈલાશબા કારૂભાઈ જાડેજા, ચંપાબેન રમેશભાઈ વાઘેલા, રેશમાબેન કાસમભાઈ લખાને રોકડ રૂ. ૩૩ર૦ સાથે ઝડપી પાડી હતી.

કારચાલક સહિત બે દારૂ સાથે ઝડપાયા

મેઘપર પોલીસ મથકના એસ.ડી.જાડેજાએ તા. રપ ના રોજ ઝાખર ગામથી સીંગચ ગામ તરફ જતા રસ્તામાંથી આ કામેના આરોપી શકિતસિંહ ભરતસિંહ ચાવડા, ઈન્દ્રજીતસિંહ બળદેવસિંહ ગોહીલ પોતાના કબ્જાની ની કાર જીજે–૧–એચએલ–૪૧૧ માં ઇગ્લીશ દારૂની ૪ બોટલો કિંમત રૂ. ર હજાર તથા કાર કિંમત રૂ. ૧.પ૦ લાખ મળી કુલ રૂ. ૧.પ૬ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

દરેડમાં જુગાર રમી રહેલા પાંચ ઝડપાયા

પંચકોષી બી ડિવિઝનના જે.એસ.જાડેજાએ તા. રપ ના રોજ દરેડમાં આવેલ સરકારી શાળાના ખુણામાં જાહેરમાં જુગાર રમી રહેલા રામબીરસિંગ ભદોરીયા, મુકેશ રામભાઈ જાટવ, બ્રાનસીંગ સીતારામ પાલ, શકિત કલુભાઈ યાદવ, યાદીન શુલ્લીભાઈ કોળીને રોકડ રૂ. ૧૦૩પ૦ સાથે ઝડપી પાડયા હતા.

(12:52 pm IST)