Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

હળવદના સુખપર પાસે ટ્રેન હેઠળ ઝંપલાવીને પ્રેમીપંખીડાનો આપઘાત

દેવપુર ગામના યુવક-યુવતિએ સમાજ એક નહી થવા દે તેવા ડરથી મોત મીઠુ કરી લીધુ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૬ :. તાલુકાના સુખપર ગામે સમાજ 'એક નહિ થવા દે'ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામે રહેતા સહદેવભાઈ જસમતભાઈ અને કાજલબેન છગનભાઈ આજે શનિવારે સવારે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ધોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દેવાના ડરે બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવની જાણ થતાં સુખપર ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી દવાખાને લઇ જઇને આગળ ની કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:56 pm IST)