Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જામનગરમાં રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગ કરતા બે ભરવાડ શખ્સો ઝડપાઇ ગયા

મોંઘીદાટ ફોરવ્હીલો કાર અને બાઇક સાથે અડીંગો જમાવી બેઠેલા ઝડપાયા

જામનગર તા.ર૬ : જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સુચનાથી એસ.ઓ.જી.ના આર.વી.વીંછી તથા વી.કે. ગઢવીની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન ઓ.જી.સ્ટાફના રમેશભાઇ ચાવડા તથા મયુદિનભાઇ સૈયદ તથા સંદિપભાઇ ચુડાસમાને હકિકત મળેલ કે, રાંદલનગર, મહાસાગર મીનરલ વોટરની સામે રોડ ઉપર બે ઇસમો ગેરકાયદેસર રીતે અકે છકડા રીક્ષામાંથી ગેસના ભરેલ બાટલા ઉતારીતે બાટલામાથી ખાલી ગેસના બાટલામાં ભરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા સદર જગ્યાએથી ગેસ ભરેલા શીલબંધ ઇન્ડેન કંપનીના લાલ કલરના બાટલા નંગ-૧૮ જેની કુલ કી રૂ.પ૦.૭૯૬ તથા ખાલી ઇન્ડેન કંપનીના લાલ કલરના બાટલા નંગ-૦ર જેની કુ કી. રૂ.૪૦૦૦ તથા ઇન્ડેન કંપનીના લાલ કલરના શીલ તુટેલ ગેસ ભરેલા બાટલા નંગ-પ જેનીકુલ કી. ૧ર,પ૦૦ તથા ગેસ રીફીલીંગ માટેની નિપલ નંગ-૧ કી રૂ.પ૦ તથા છકડો રીક્ષા રજી નંબર જીજે-૧૦વાય-પ૪૯ર કી.રૂ.પ૦.૦૦૦ ગણીેમ કુલ કી. રૂ.૧,૧૭,૩૪૬ ન મુદ્દામાલ સાથે પકડી  કલમ ર૮પ, ૧૧૪ તથા આવશ્યક ચીજ-વસ્તુ અધિનિયમ ૧૯પપ ની કલમ ૩,૭,૧૧ મુજબ સીટી બી ડીવી.પો.સ્ટે. માં (૧) મનસુખભાઇ ઉર્ફે મનો નારણભાઇ ટોયટા ભરવાડ ઉ.રપ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે એકડેએક બાપુની દર્ગા પાસે, રબારી ગેઇટની સામે બેડેશ્વર,(ર) રૂડેશભાઇ ઉર્ફે રાહુલ હીરાભાઇ સોલંકી ભરવાડ ઉ.ર૬ ધંધો ઇન્ડેન ગેસમાં ડિલેવરી મેન રહે રાંદલનગર, મહાસાગર મીનરલ વોટરની સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ. નીનામાની સુચના મુજબ વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

આર્મ્સ એકટના બે ગુન્હાઓમાં આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ/ફલો સ્કવોડ

પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ.એ. એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો.હેડ કોન્સ. કાસમભાઇ બ્લોચ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈશ્નવ તથા મહિપાલભાઇ સાદીયાને હક્કીત મળેલ કે રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.સે.ગુ.ર. નં.૧૧ર૦૮૦પપર૧૦૦પ૧ આર્મ્સ એકટ કલમ રપ (૧) (બી-એ) તથા સે.ગુ.ર. નં.૧૧ર૦૮૦પપર૧૦૧૧પ આર્મ્સ એકટ કલમ રપ (૧) બી-એ) મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી બલવીરસિંગ ઉર્ફે બલવંતસિંગ અશોકસિંગ પટવા (સિકલીગર) રહે. નદી મહોલ્લા, તા.કુકશી જી.ધાર (મ.પ્ર.) મુળ વતન સિંધાણા બીચ ખોલી ગાયત્રી મંદિર પાસે તા.મનાવર જી.ધાર (મ.પ્ર.) વાળો હાલ જામનગર ખાતે આવેલ હોય જેથી સદરહુ આરોપીને પકડી  પાડી રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

આ કામગીરી હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, મેહુલભાઇ ગઢવી, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ડ્રા.પો.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇનાઓએ કરેલ છે.

સર્વેલન્સ સ્કોર્ડ

જામનગર જિલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ એન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જી.ભોયેના માર્ગદર્શન મુજબ તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેલેસ રોડ, સંજીવની મેડીકલ પાસે અમુક ઇસમો મોંઘીદાટ ફોરવ્હીલો ફેન્સી નંબર પ્લેટ તથા બ્લેક ફીલ્મો લગાડી અડીંગો જમાવી બેસેલ જોવામાં આવતા તુરત જ ત્યાં જઇ એન્ડેવર, વર્ના, મર્સીડીઝ જેવી મોંઘીદાટ ગાડીઓ તેમજ બાઇક ડીટેઇન કરી ધોરણની કાર્યવાહી કરેલ છે.

ચાંપાબેરાજામાં જુગાર રમતા ૯ ઝડપાયા

એલ.સી.બી. સ્ટાફ પો.સ.ઇ.કે.કે. ગોહીલ તથા પો.સ.ઇ.બી.એમ. દેવમુરારી તથા પો. સ.ઇ.આર.બી.ગોજીયા તથા એલ. સી.બી.સ્ટાફના માણસો જામનગર તાલુકા વિસ્તારમાંં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.બી.બી.ના પોલીસ હેડ કોન્સ. ધાનાભાલઇ મોરી તથા વાનરાજભાઇ મકવાણાને મળેલી હકિકતના આધારે ચાંપાબેરાજા ગામની સીમમાં રાજપાલસિંહ ખોડુભા જાડેજાની વાડીમાં ઘોડીપાસાનો જુાર રમતા રૂ.૧.૦૭.ર૦૦ તથા મો.સા.નંગ-૪ મળી કુલ કિ.રૂ.ર,ર૭,ર૦૦ નો કબ્જે કરી (૧) રાજપાલસિંહ ખોડુભા જાડેજા (ર) મોસીન ઉર્ફે છોટીયો સતારભાઇ સાટી પીંજારા રહે મોટા પીરનો ચોક જામનગર (૩) સુરેશ રમેશભાઇ જાદવ રહે.વુલનમીલ ખેતી વાડી સામે ઇન્દીરા કોલોની શેરી નં.૧૩ જામનગર (૪) વલીભાઇ શેરૂભાઇ મલેક સેતા રહે. કિશાનચોક પાસે ભાનુશાળી વાળ જામનગર.(પ) અબ્દુલ ગફારભાઇ ખફી મુમરા રહે. કિશાનચોક પાસે સુમરા ચાલી જાનગર(૬) વિજય જેઠાભાઇ ગોહીલ. રહે.વુલનમીલ ઇન્દીરા કોલોની ખેતી વાડી સામે જામનગર(૭) અસરફ અકરમભાઇ દરજાદા મકરાણી રહે. ખોજા નાકે બંગલાવાડી જામનગર. (૮) જેનુર મુસાભાઇ મનોરીયા મેમણ રહે.ભાવસાર ચકલો ગલેરીયા શેરી જામનગર (૯) વિપુલ મુળજીભાઇ વાઘેલા રહે. એરફોર્સ રોડ ડીફેન્સ કોલોની જામનગરને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.સ.ઇ.આર. બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયભાઇ વાળા માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા ભરતભાઇ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા ભગીરથભાઇ સરવૈયા, દિલીપ તલવાડીયા, હરદિપભાઇ ધાંધલ પ્રતાપભાઇ ખાચર, રઘુભા પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:02 pm IST)