Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાજકોટવાસીઓની પહેલી પસંદ સાસણ : કોરોના હળવો થતાં પ્રકૃતિ માણવા અને સિંહ દર્શન માટે ઉમટી પડ્યા

જૂનાગઢ : હવે સરકાર દ્વારા નિયમો હળવા થતા સૌરાષ્ટ્ર ગુજરાતના ખાસ કરી રાજકોટના લોકો ફરવા બહાર નીકળી પડ્યા છે જેમાં હાલ ગુજરાત બહાર હજુ ફરવા જતા લોકો ડરી રહ્યા હોય માટે ગુજરાતમાં જ હરવા ફરવામાં મન મનાવી લ્યે છે ત્યારે ખાસ કરી ગુજરાતી લોકોને એમાંય રાજકોટ વાસીઓની પહેલી પસંદ સાસણનું જંગલ છે દરેક પર્યટકો માં ૮૦% લોકો રાજકોટના છે. હાલ પર્યટકોનો દ્યસારો બધો સાસણ તરફના જંગલો રીસોર્ટમાં છે  સાસણ પંથકના રિસોર્ટમાં g j . ૧ ને ૩ને ૫ની ફોરવહીલ ગાડી ઓ વધારે નજરે ચડે છે. સોમનાથ પણ નજીક હોવાથી બાર જયોતિલિંગમાં પ્રથમ એવા સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો મળી શકે એટલે પ્રથમ ચોઇસ સાસણ કરેલ છે. છેલ્લા બે વર્ષથી લોકડાઉન તથા સરકારના નિયમોના લીધે આ વિસ્તારના હોટેલ રીસોર્ટનો બિઝનેશ સાવ ભાંગી ગયેલ રીસોર્ટ માલિકોએ જણાવેલ કે બે વર્ષ થી અમુક રીસોર્ટ રૂમના તાળા પણ ખુલ્યા ન હતા મેન્ટન ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો હતો.  (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:00 pm IST)