Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ભાવનગરના ગારીયાધારમાં કોરોના રસીકરણ કેમ્પ

ગારીયાધાર : વિશ્વ યોગ દિવસે સરકારી વિજ્ઞાન કોલેજ ગારીયાધાર તેમજ એમ.ડી.પટેલ હાઇસ્કુલના સંયુકત ઉપક્રમે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં ૧૧૦ વ્યકિતઓએ રસી લીધેલ શુભારંભ ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી દ્વારા કરવામાં આવેલ. અર્બન મેડીકલ ઓફીસર ડો.નિકુલ બરાવાળીયા અને તાલુકા હેલ્થ ઓફીસર ડો.સુરેશ પોકળ, સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો.એચ.જે.પટેલ, એસોસિએટ પ્રોફેસર એન.બી.ખાચર, એમ.ડી.પટેલ હાઇસ્કુલના આચાર્ય આર.પી.સરવૈયા દ્વારા કેમ્પનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. આ કેમ્પનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો.કે.જી.બાંભણીયા તથા ડી.બી.મેર દ્વારા કરાયુ હતુ.(તસ્વીર-અહેવાલ : ચિરાગ ચાવડા, ગારીયાધાર)

(11:56 am IST)