Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ઇ-ચિંતન અભ્યાસવર્ગ

રાજકોટ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના અનુસાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં ઇ-ચિંતન અભ્યાસવર્ગનું આયોજન કરાયુ હતુ. તે અનુસંધાને શહેર અને જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓ માટે એક અભ્યાસવર્ગ ગોઠવવામાં આવ્યો હતો. આ ઇ-ચિંતન અભ્યાસવર્ગમાં પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રીમતી રક્ષાબેન બોળીયા, જિલ્લા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા સહીતના ઉપસ્થિત રહલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમે છેલ્લા ૭ વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઇ શાહના નેતૃત્વમાં લેવાયેલા નીતિવિષયક નિર્ણયો અને પારદર્શક વહીવટ અંગેની માહીતી રજુ કરી હતી. સાથો સાથ સર્વાંગી વિકાસ અને સામાજીક સંદેશ આપતી વિવિધ યોજનાઓથી સૌને માહીતગાર કર્યા હતા. કોવિડ-૧૯ ની પરિસ્થિતિને થાળે પાડવા લેવાયેલ સફળ પગલાઓની ઝલક રજુ કરી હતી. આ ઇ-ચિંતન વર્ચ્યુઅલ સત્રમાં જિલ્લાના કારોબારી સભ્યો, જિલ્લા મોરચાના પ્રમુખ- મહામંત્રીઓ, જિલ્લા સેલના કન્વીનર, સહ કન્વીનર, મંડલના પ્રભારી અને મંડલના પ્રમુખ- મંહામંત્રીઓ, જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, મહાનગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ, તા.પં. ના પ્રમુખ-ઉપપ્રમુખ, જિલ્લા સ્તરના સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ સહીત જિલ્લા અને મંડલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)