Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સાતડામાં વૃક્ષારોપણ અને વેકસીન અંગે જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર તેમજ બાલકલ્યાણ સમિતિના ચેરમેન રાજેશભાઇ ચાવડા અને સ્થાનિક પંચાયત સભ્યો દ્વારા તાજેતરમાંં સાતડા ગામ અને શાળાની શુભેચ્છા મુલાકાત લેવાઇ હતી. આ તકે માજી સરપંચ ભીખાભાઇ પાંઉના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા. લાભાર્થીઓને હુકમો અર્પણ, વૃક્ષારોપણ તેમજ વેકસીન અંગે માર્ગદર્શન અપાયુ હતુ. ભુપતભાઇ બોદરે કોરોના સામે સુરક્ષિત બનવા વેકસીન જરૂર મુકાવવા અપીલ કરી હતી. ગામની જરૂરીયાતો અંગે ચર્ચા કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તલાટી મંત્રી તેમજ આચાર્ય ડીમ્પલબેન હેરભા, ભરતભાઇ લોખીલ અને શાળાના સ્ટાફગણે તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(1:42 pm IST)