Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પોરબંદરના ફટાણામાં તીનપત્તી જુગાર રમતા ૬ શખ્સો ૬ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ૨૬ :. તાલુકાના ફટાણામાં તીનપત્તી જુગાર રમતા ૬ શખ્સોને ૬ હજારની રોકડ સાથે પોલીસે પકડી પાડયા છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીનાઓએ પોરબંદર જિલ્લામાં દારૂ-જુગાર પ્રવૃતિ કરનારા ઈસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સૂચના કરતા સ્મીત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેકર એચ.સી. ગોહિલની સૂચના મુજબ હેડ કોન્સ. અલ્પેશભાઈ રાઠોડ તથા સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પોલીસ કોન્સ. મનોજભાઈ સોલંકીને બાતમી રાહે હકીકત મળેલ કે ફટાણાના તળાવના પાળા ઉપર જુગાર રમતા વેજા ગીગા કડછા (ઉ.વ. ૩૩), વિરણ અરજનભાઈ બથવાર (ઉ.વ. ૨૯), લાખા માલદેભાઈ બથવાર (ઉ.વ. ૩૩), રામદે કેશુભાઈ ઓડેદરા (ઉ.વ. ૨૫), વિરમભાઈ ડોસાભાઈ પરમાર (ઉ.વ. ૪૫), મુરૂભાઈ લાખાભાઈ મકવાણા (ઉ.વ. ૪૨) રહે. તમામ ફટાણા ગામ, તા.જી. પોરબંદરવાળાઓ પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ. ૬૧૩૦ તથા મોબાઈલ ફોન નંગ ૪ મળી કુલ રૂ. ૯૧૩૦ના મુદામાલ સાથે પકડી જુગારધારાનો ગુન્હો શોધી કાઢતા આરોપીઓ વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી ઈન્ચા. પો. સબ ઈન્સ. એચ.સી. ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ. અલ્પેશભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ. મનોજભાઈ સોલંકી તથા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલ વગેરે બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફે કરેલ છે.

(11:47 am IST)