Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઉપલેટા શહેર અને તાલુકામાં અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયાસોથી કોરોનાના એકટીવ કેસમાં ઘટાડો ૭૦૦ની સામે ફકત ત્રણ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૨૬ :. અહીંના મેડીકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર ઉપલેટાના ડો. અભય સોલંકીએ એક નિવેદનમાં લોકોને વધુમાં વધુ વેકસીન લેવાનો અનુરોધ કરતા જણાવેલ છે કે મામલતદારશ્રી મહાવદીયા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા ચીફ ઓફિસર દવે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયાસોથી માસ્ક પહેરવા, ભીડમાં એકઠા ન થવુ, વારંવાર હાથ ધોવા સહિતના પ્રયાસોથી શહેર અને તાલુકો કોરોના મુકત થઈ રહ્યો છે. આજે એકટીવ ૭૦૦ની જગ્યાએ માત્ર ૩ કેસ છે. તેમાં આરોગ્ય શાખા મેડીકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર સહીતના લોકોનો પણ અનન્ય ફાળો છે.

૪ જુલાઈથી ૧૮થી ઉપરનાને વેકસીન આપવાનું ચાલુ છે. તેમા આજ સુધી ૫૦૦૦થી વધારે લાભાર્થીઓને વેકસીન આપેલ છે. ૨૫ ટકાથી વધુ કવરેજ થયુ છે તથા ૪૫થી વધુનાને પણ ૪૫ ટકાથી વધુ કવરેજ થયુ છે. છેલ્લા બે દિવસથી સરકારના મહાઅભિયાન અંતર્ગત ૧૨૦૦થી વધુને વેકસીન આપવામાં આવી છે. શહેરની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે પણ કેટલાક લેભાગુ સોશ્યલ મિડીયા વાળાઓએ નકારાત્મક વાતો અને અને અફવાઓ ફેલાવી છે તેના ઉપર લોકોએ ધ્યાન ન આપવુ જોઈએ જેથી આપણે ત્રીજી વેવને પણ અટકાવી શકીએ. લોકોએ કોઈપણ અસમજતા હોય તો આરોગ્ય શાખાનો સંપર્ક કરવા અંતમાં જણાવેલ છે.

(10:38 am IST)