Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

કચ્છમાં સતત ચોથે દિ' કોરોનાનો ફૂંફાડો : નવા ત્રણ પોઝિટિવ

અબડાસાના બીએસએફના વધુ બે જવાનો પોઝિટિવ, લખપતના પાનધ્રો જીએમડીસી કોલોનીમાં પણ કોરોના પહોંચ્યો. પાનધ્રોના ૫૨ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો

ભુજ : કચ્છમાં ગરમીના તાપની સાથે કોરોનાના દર્દીઓ પણ વધી રહ્યા છે. સતત ચોથે દિ' ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અબડાસા બીએસએફના ૪૫ વર્ષીય તેમ જ ૩૧ વર્ષીય બે જવાનો અને લખપત તાલુકાના પાનધ્રો મધ્યે આવેલ જીએમડીસી કોલોનીના ૫૨ વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ જાહેર થયેલ છે.
કચ્છ જિલ્લામાં કોરોનાના  કુલ દર્દીઓની સંખ્યા 132 એ પહોંચી જેમાંથી સાજા થયેલા-૯૬ દર્દીઓ છે અને  સારવાર લેતાં દર્દીઓની ૨૯ છે  મૃત્યુ પામનાર-૭ છે

(6:48 pm IST)