Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ચોટીલા પાસે ૩પ.પ૬ લાખનો દારૂ ઝડપાયો

કન્ટેનર, બોલેરો પીકઅપ, ૩ કાર એક બુલેટ સાથે રૂ.૭૦.પર લાખનો મુદામાલ સાથે ૩ ઝડપાયા

વઢવાણ તા.ર૬: સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પાસેના પોલીસે રૂ.૩પ.પ૬ લાખનો દારૂ સાથે ૩ શખ્સોને ઝડપી પાડયા છે.

પોલીસે કન્ટેનર બોલેરો પીકઅપ ૩ કાર એક બલેટ સહિત રૂ.૭૦.પર લાખનો મુદામાલ ઝડપી પાડયો છે.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપૂર્ણ પણે નેસ્તનાબુદ કરી દારૂ/જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા અસરકારક પેટ્રોલીંગ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.બસીયા લીંબડી ડિવિઝનના માર્ગદર્શન અને સચુના મુજબ કાર્યવાહી કરી હતી.

ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.કે. પટેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ. ભગીરથસિંહ ખુમાનસિંહ સોલંકીને બાતમી હકિકત મળેલ કે કનુભાઇ ભોજભાઇ ધાધલ રહે. ખેરડી તા. ચોટીલા વાળા પોતાની નાગરાજ હોટલની પાછળની સાઇડે આવેલ ખુલ્લી જગ્યામાં તેઓ તથા જેઠુરભાઇ રામાભાઇ ખાચર રહે. ઠીકરીયાળા, તા. વાંકાનેર જિ. મોરબી તથા જીતુભાઇ જસાભાઇ ભાંભળા રહે. ચામુંડાનગર ચોટીલા વાળાઓ ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થે એક કન્ટેનર મારફતે મંગાવી દારૂનું કટીંગ કરતા હોય તેવી ચોક્કસ અને સચોટ-હકિકત આધારે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની હેરાફેરી/ કટીંગ કરતા ઇંગ્લીશ દારૂની નાની મોટી-બોટલો ફુલ બોટલ નંગ૧પ,૭૬૮ કિ. રૂ. ૩પ,પ૬,૮૦૦/- તથા વાહનો જેમાં કંટેનર રજી. નં. એમએચ-૪૬ એઅઆર-૦૧૭૭ કિ. રૂ. ૧પ,૦૦,૦૦૦/- તથા બોલેરો ગાડી રજી. નં. જીજે-૦૩ બીડબલ્યુ-ર૧૪૯ કિ. રૂ. ૪,૦૦,૦૦૦/- તથા ર૦ ગાડી રજી.નંબર જીજે ૩૬ એ-૦૦૧ર કિ. રૂ. પ,૦૦,૦૦૦/- તથા સ્કોર્પિયો ગાડી રજી. નં. જીજે-૩ ઇસી-પ૦૭ર કિ. રૂ. પ,૦૦,૦૦૦/- તથા સ્વીફટ ગાડી રજી. નં.જીજે-૧૩-સીસી પપ૪૬ કિ.પ,૦૦,૦૦૦/- તથા બુલેટ મો. સા. રજી. નં. જીજે-૧૩-એકે-પ૩૦પ કિ. રૂ. ૮૦,૦૦૦/- વાહનો-૬ ની કુલ કિ. રૂ. ૩૪,૮૦,૦૦૦/- તથા મો. ફોન-૪ કિ. રૂ. ૧પપ૦૦/- મળી કુલ કિ. રૂ. ૭૦,પર,૩૦૦/- નો મુદ્દામાલ તથા ત્રણ આરોપીઓ રેઇડ દરમ્યાન પકડાયેલ હોય જેઓના વિરૂધ્ધ પ્રોહી ધારાહેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બી. કે. પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા એએસઆઇ કેતનભાઇ હરીભાઇ તથા હરદેવસિંહ પ્રવિણસિંહ તથા પો. હેડ કોન્સ. ભગીરથસિંહ ખુમાનસિંહ તથા પો. કોન્સ. સરદાર સિંહ જગાભાઇ તથા નરેભાઇ સુરાભાઇ તથા વિજયસિંહ બનેસિંહ તથા અજયસિંહ છગનભાઇ તથા જયંતિભાઇ સોમાભાઇ તથા રાજેશભાઇ બચુભાઇ તથા રાહુલભાઇ રામજીભાઇ તથા ડ્રાઇવર પો. કોન્સ. ઉદેસંગ વજેસંગભાઇ સહિતનાએ કામગીરી કરી હતી.

(12:55 pm IST)