Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ગાંધીધામની યુવતી પર દુષ્કર્મ ગુજારવાના અંજારના આરોપી આસિફ લોઢીયા ઝડપાયો

લગ્ન કરવાના ઇરાદે ભુજમાં ભાડાનું મકાન રાખીને દુષ્કર્મ ગુજારી ભાગી ગયો હતો : પીડિત યુવતીને કોરોના પોઝીટીવ

ભુજ : ગાંધીધામની યુવતી પર ભુજમાં દુષ્કર્મ ગુજારનારા અંજારના આરોપીની શહેર એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. ગાંધીધામની યુવતીને અંજારના આસિફ અબ્દુલ્લા લોઢિયા નામના યુવાને ફેસબુકમાં ખોટી આઈડી બનાવી ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્ન કરવાના ઈરાદે ભુજમાં ભાડાના મકાનમાં દુષ્કર્મ ગુજારી આરોપી નાસી ગયો હતો જે અંગે ભુજ એ-ડિવિઝનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, દુષ્કર્મ પીડીત યુવતીની મેડિકલ તપાસણી દરમિયાન તેને કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો

(12:35 pm IST)