Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

નવા સુરજદેવલ મંદિરનો સરકાર દ્વારા વિકાસ કરવા માંગણી

વઢવાણ,તા.૨૬: પંચાલની પવિત્ર ધરા પર બિરાજમાન સુર્યનારાયણનુ સ્થાન નવા સુરજદેવલ મંદિર છે કાઠીદરબારો સુર્યનારાયણને ઇષ્ટદેવ તરિખે પૂજેછે, આ મંદિર યાત્રિકો માટે ખુબજ પ્રખ્યાત છે, વ્યવસ્થા પણ સારીછે, છતા પણ થોડો વધૂ વિકાસ થાય તેવું કાઠી સમાજ ના લોકો ઈચ્છે છે.

આ બાબતે રાજવી પરિવારના મહાવીર સિંહજીઙ્ગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ વિસ્તારમાં માં સરકાર દવારા વિકાસ ના કામો કરવા માં આવે તો આ વિસ્તાર નો વિકાસ થઈ શકે તેમ છે.

(૧) નવા સુરજદેવળ જતા ડબલપટ્ટી રોડ થાય તો યાત્રિકોને વધૂ સરલ રહેશે.

(૨) મંદિરની પાછલના ભાગમા એક માનસરોવર આવેલુંછે તે પ્રાચિન મહત્વ ધરાવેછેતેના કૂદરતી સૌંદર્યમાં વધારો થાય તો મંદિરની શોભા વધે છે.

(૩) આ પંચાલના એક ભૂભાગને માંડવરુષિના નામ ઉપરથી માંડવ કહેવામા આવે છે તો તે રુષિની એક પણ કૂટી અને મૂર્તિ હોયતો લોકોને માંડવરુષિની યાદગાર રહેશે, કારણ કે સુર્યકૂંડનાંસ્થાનનેમાંડવરુષિનું સ્થાન હતુ તેવુ સુરજદેવળના દ્વિતીય મહંતશ્રી પુ,ત્રિકમદાસજીબાપુએ લખેલછે..

પુ, ત્રિકમદાસજીબાપુ એ તે સમયે રામાયણ ભણાવવા માટે પાઠશાલા શરુ કરેલી તેની કાઇક સ્મૂતિ રહે તેવુ થાયતો સારુ અને ખાસ કરીને અનેક લોકોને આ બાબતે જાણકારી મળશેઙ્ગ અને આ સુરજદેવળ નો ઇતિહાસ તો પણઙ્ગ લોકો જાણશે.તેમજ પાચ રુષિઓની યાદગાર એટલે પંચ +આલય=પંચાલ નામ પ્રખ્યાત છે તો તે આ માનસરોવરના કાઠે પાચ રુષિઓની મૂર્તિઓ હોયતો ખુબ સારુ રહેશે .તેમજ પવિત્ર સરોવર ફરતે પગદંડીના સ્વરૂપે પ્રદક્ષિણા પથ બનેતો તે પણ શોભામા વધારો કરશે.

બીજી તરફ શિવરાજ ભાઈ પણ જણાવી રહ્યા છે કે આ વિસ્તારનો વિકાસ થતા અનેક નવા ઉદ્યોગો પણ આ વિસ્તારમાં આવશે અને આ વિસ્તારોમાં ખૂબ જમીન ની માત્રા પણ આવેલી છે ત્યારે જો સુરજદેવળ મંદિરનો વિકાસ થશે તો ત્યાં લોકો આવશે અને પર્યટક વિભાગ દ્વારા જો આ મંદિરને વિકસિત કરવામાં આવે તો ત્યાં અનેક ઉદ્યોગો ખાણીપીણીના ધંધાઓ અને ખાસ કરી અને આ વિસ્તારના લોકોને રોજગારી મળી રહેશે.(

(11:39 am IST)