Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ટંકારા પાસે ઇકો આઇશર પાછળ ઘુસી ગઇ

મોરબી : રાજકોટ હાઇવે પર અવાર નવાર અકસ્માત ના બનાવો બનતા રહે છે હમણાં બે દિવસ પહેલા જ અકસ્માતમાં બે વેવાઈના મોત નિપજયા હતા ત્યારે આજ ટંકારા નજીક મારૂતિ સુઝુકી ઈકો કાર આઇસર પાછળ ઘુસી જતા કારની આગળ ની સાઈડમાં ભારે નુકશાન થયું હતું અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતા નાની મોટી ઇજા થઇ હતી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંને વાહનો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:38 am IST)