Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

તળાજા મામલતદાર કચેરીએ ક્રિમિલિયર સર્ટી કઢાવવા લાઇનો

ભાવનગર, તા.૨૬: શૈક્ષણિક નવા સત્રના પ્રારંભે તળાજા મામલતદાર કચેરીઙ્ગ ના પરિસર અને પરિસર બહાર આવેલ દુકાનોમા મેળા જેવો માહોલ હોય છે.કારણ છે વિદ્યાર્થીઓને જોઈતા ફરજિયાત ક્રિમિલિયર સર્ટી. વર્ષોથી આ સિનારિયો જોવા મળેછે. તેમ છતાંય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને કલાકો કે એક બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહી ને ભૂખ્યા તરસ્યા રાહજોવી ન પડે તેમ ગોઠવવામાં તંત્ર નિષફળ રહયુ છે.

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના પગલે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનાઙ્ગ બહાના હેઠળ ગઈકાલે તળાજા કોંગ્રેસે પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. એ જ સમયે કચેરી ના પરિસરમાં ક્રિમિલિયર સર્ટી કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઈનો કે ટોળા મા જોવા મળ્યા.ટળવળતા.છતાંય કોંગ્રેસ ને આલોકો ની પીડા દેખાઈ નહિ!.કારણકે તેઓ માત્ર પક્ષના આદેશને ફોલો કરવા આવ્યા હતા. લોકોની વેદનાને વાચા આપવા નહિ.નહિતર અહીં બસો ત્રણસો વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠા હોય અને તેના કામ તાંતકિલક કેમ નથી થતા તેવો સવાલઙ્ગ સક્ષમ અધિકારી ને પૂછી શકય હોત પણ તેવું થયુ નહિ.

છેલ્લા એક અઠવાડિયાથીઙ્ગ તળાજા મામલતદાર કચેરીએ ક્રિમિલિયર કઢાવવા માટે લાંબી લાઈનો લાગેછે. વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ થાકી કંટાળી નેઙ્ગ બેસીજવું પડે તેવી તેની દયનિય હાલત હોય છે. આસપાસ મા પાણી ની વ્યવસ્થા પણ હોતી નથી.

સરકાર ઇ પેમેન્ટ, ડીઝીટલ ઇન્ડિયા ની વાતો કરે છે.ઓનલાઈન શિક્ષણનો વ્યાપવધે તેના માટે શિક્ષણ વિભાગ દોડધામ કરેછે છતાંય નિષફળતાજ વધુ છે ત્યારે સરકાર પાસે બધોજ ડેટા હોવા છતાંય સરકાર ઓનલાઈન કેમ જાતિ અને આવક નક્કી કરી શકતી નથી પોતાની મેળે.? ફિઝિકલ બધાજ વિદ્યાર્થીઓ ને બોલાવવાના જ હોય તો કલાકો કે બે ત્રણ દિવસ સુધી ધક્કા ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી લાગણી વિદ્યાર્થી વર્ગમાંથી સાંભળવા મળી હતી.

(11:37 am IST)