Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વિછીયાના છાસીયામાં જમીન મામલે સવુબેન પર જેઠ-જેઠાણી સહિતનો હુમલોઃ પગ ભાંગી ગયો

કોળી મહિલાને રાજકોટ ખસેડાયાઃ જેઠ મનજીભાઇ, જેઠાણી મધુબેન, ભત્રીજો, ભત્રીજાવહૂ સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૬: વિછીયા તાબેના છાસીયા ગામે રહેતાં કોળી મહિલા પર જમીનના ઝઘડામાં જેઠ-જેઠાણી-ભત્રીજા સહિતનાએ હુમલો કરી ધોકા-પાઇપથી બેફામ મારતાં શરીરે ઇજાઓ થતાં અને પગ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.છાસીયા રહેતાં સવુબેન (સવિતાબેન) રાઘવભાઇ ચોૈહાણ (ઉ.૪૦) સાંજે છ વાગ્યે પોતાની વાડીએ કપાસીયા રોપતા હતાં ત્યારે તેના જેઠ મનજીભાઇ, જેઠાણી મધુબેન, ભત્રીજો કૈલાસ, ભત્રીજાવહુ, બુધાભાઇ સહિતનાએ આવી હુમલો કરી બેફામ માર મારતાં વિછીયા સારવાર લઇ રાજકોટ દાખલ થતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે વિછીયા પોલીસને જાણ કરી હતી.સવુબેને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યા મુજબ જમીનના ભાગ બાબતે જેઠ-જેઠાણી સાથે માથાકુટ ચાલતી હોઇ તેના કારણે આ હુમલો થયો હતો.

(11:51 am IST)