Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કોડીનાર પાસે ર મોટર સાયકલ વચ્ચે ટક્કરઃ યુવકનું મોતઃ ર ગંભીર

કોડીનાર તા. ર૬ :.. કોડીનારનાં માલગામ ગામે રહેતા જાણાભાઇ લુભાભાઇ બાંભણીયા ઉ.૪પ જે વેલણ ગામે કુટુંબીજનના ખબર અંતર પુછવા જતા હતાં.

તે દરમ્યાન વેલાણ ગામે આવેલ સોડમ માતાજીનાં મંદિર પાસે પહોંચતા સામેથી રાહુલ મહેન્દ્રભાઇ ઉ.રપ તથા પંકજ પીતાંબરભાઇ ઉ.ર૪ રહે. કોડીનારવાળા જી.જે. ૩ર-એફ.-૯૧૦૭ તથા જી.જે. ૩૧ એ. ૭૭૦૬ બને મોટર સાયકલ અથડાતા માલગામ વાળા જીણાભાઇ તથા પંકજ અને રાહુલને ગંભીર ઇજા થતા કોઇએ ૧૦૮ ને ફોન કરતા આ ત્રણેય કોડીનારની રા.નાવાળા હોસ્પીટલ ખાતે લાવેલ જયાં જીણાભાઇનું મોત નિપજયુ હતું.

જયારે રાહુલ અને પંકજ ને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ આ ઘટનાની કોડીનાર શહેરમાં જાણ છતાં હોસ્પીટલે લોકોના ટોળા ઉમટી પડેલ હતાં. આ બનાવની જાણ કોડીનાર નગરપાલીકાનાં ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકીને થતા તેઓ પણ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા. કોડીનાર કોટડા રોડ એટલે અકસ્માત માટેનો ડેન્ઝર રોડ બની ગયા છે આ રોડ ઉપર અવાર - નવાર અકસ્માતમાં મૃત્યુના બનાવો બન્યા છે આ અકસ્માતની પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:42 am IST)