Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જેતપુર રોયલ લાયન્સના નવા સુકાની અતુલ-મહેતા

નવાગઢઃ જેતપુરની સેવાના પર્યાય સમી રોયલ લાયન્સ કલબના નવા સેવાના સારથી તરીકે અતુુલ-મહેતાની વરણી હાથ ધરાઇ છે. લાયન્સ ઇન્ટરનેશનલ ૩ર૩  જે પૂર્વ ગર્વનર ધીરૂભાઇ રાણપરીયાના વડપણ હેઠળ શહેરની રોયલ લાયન્સ કલબનો તાજેતરમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગત વર્ષના પ્રમુખ તૃપેન્દ્ર રાણપરીયાએ પોતાના વર્ષ દરમિયાન કરેલ ઉત્કર્ષ કામગીરીને આ કામગીમાં સતત પડખે ઉભા રેહવા બદલ ટીમના સહયોગશ્રીઓનો આભાર માન્યો હતો જે વર્ષ ૨૦૧૯/૨૦નો આ 'ભાર' નવા સુકાની અતુલ મહેતાના શીરે મુકયો હતો. આ શપથગ્રહણ સમારોહમાં પોતાના વ્યસ્ત સમયમાંથી હાજર રહી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ લાયન્સ મીત્રોના હોંસલા જાણી કરી હતી. તથા લાયન્સ ઇન્ટરનેશનલના સેવાના સારથી સમા વિવિધ શહેરોના વિનોદભાઇ દતાણી, ભરતભાઇ મહેતા, હીતેશભાઇ કોઠારી વગેરે હાજર રહ્યા હતા. પ્રમુખ સહિતના હોદેદારોની તસ્વીર.

(11:36 am IST)