Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દેવભૂમિ દ્વારકા-જામનગર જિલ્લમાં બાળક ચોર ગેંગના મેસેજ વાયરલ :દ્વારકા જિલ્લામાં 15 ચેકપોસ્ટ ઉભી કરીને સઘન ચેકીંગ :અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરવા સૂચના

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છોકરા ઉપડતી ગેંગ સક્રિય થયાના વાયરલ મેસેજને પગલે દ્વારકા જીલ્લામાં પોલીસે ૧૫ ચેકપોસ્ટો ઉભી કરી સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા રોહન આનંદે પણ બધાજ પોલીસ સ્ટેશનને વાયરલેશ મેસેજથી અફવા ફેલાવનારા તત્વો સામે ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે.અને જીલ્લામાં કોઈ છોકરાઓની તસ્કરી થાય તે માટે ચેકપોસ્ટ પણ ઉભી કરાઈ છે. બાળકોને ઉપાડી જતી મહિલાઓની ગેંગ સક્રિય થઇ હોવાની અફવાએ જોર પકડ્યું છે. તો તેની અસર પણ જોવા મળી રહી છે

(11:45 pm IST)