Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરને રૂ. ૬૦૦ કરોડના ખર્ચે લાઇટીંગ બ્યુટીફીકેશન

શ્રાવણ માસમાં ભાવીકોને ૨૦૦૦ રંગબેરંગી એલઇડીથી ઝળહળતું સોમનાથ મંદિર જોવા મળશે

તસ્વીરમાં ૧૪૦૦ એલ.ઇ.ડી. બલ્બ અને ૬૦૦ હાઇમસ્ટ એલ.ઇ.ડી.થી રવિવારના મોડીરાત્રે મંદિર ઝગમગી ઉઠેલ જે નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

પ્રભાસ પાટણ તા. ૨૬: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથનાં મંદિરે રવિવારના મોડી રાત્રીનાં ૨૦૦૦ હજાર રંગબેરંગી એલ.ઇ.ડી.થી ટેસ્ટીંગના ભાગરૂપે મંદિર ઝળહળી ઉઠેલ હતું અને યાત્રીકો અને સ્થાનિક લોકો આ અદભુત નજારો જોઇને ખુબ જ આનંદ અનુભવેલ.

સોમનાથ મહાદેવના મંદિરે છેલ્લા ત્રણ માસથી એફ.એ. સીએડીઇ એલ.ઇ.ડી. લાઇટીંગથી સજજ કરાય રહયું છે જે મોટાભાગનું કામ પુર્ણ થયેલ છે. આગામી દિવસોમાં રૂ. ૬ કરોડના લાઇટીંગ બ્યુટીફીકેશનનો આ પ્રોજેકટ પુર્ણ થશે અને શ્રાવણમાસમાં ભાવીકોને આ દિવ્ય શિવાલયની એલ.ઇ.ડી. લાઇટ નીહાળી શકશે.

મંદિરનાં ફરતે ૧૪૦૦ જેટલા એલ.ઇ.ડી. ફિકસ્ચરો અને ૬૦૦ હાઇ એલ.ઇ.ડી. લગાવવામાં આવેલ છે. તેમજ નાના-નાના હજારો બલ્બનાં સહારે મંદિર પગથીયાથી ઉંચા ૧૫૧ ફુટ શિખર સુધી અદભુત વિવિધ રંગોની જોવા મળશે. તજજ્ઞોના જણાવ્યાનુંસાર આવું કામ તેઓએ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી અનેગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઇ સહિત દેશના જાણીતા સ્થળોએ કરાયું છે રોશનીમાં લીલો, બ્લું લાલ મુખ્ય રહેશે પરંતુ આધુનિક ટેકનિકલ મીકસીંગથી મનગમતાં હજારો કલરોને રોશનીમાં જોઇ શકાશે સંપુર્ણ પ્રક્રિયા ઓટોમેટિક હશે જેનું ટેસ્ટીંગ પણ શરૂ થયેલ છે. અને રવિવારની મોડીરાત્રીએ ટેસ્ટીંગનાં ભાગરૂપે મોડીરાત્રીનાં મંદિર રોશનીથી ઝળહળી ઉઠેલ એન યાત્રીકો અને સ્થાનિક લોકો આ રોશની જોઇને દંગ રહી ગયેલ.

(12:04 pm IST)