Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મીઠાપુર રેલ્વે સ્ટેશને મોટી દુર્ઘટના અટકી

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના મીઠાપુર રેલ્વે સ્ટેશન પર રાબેતા મુજબ ૧.૨૦ વાગ્યે ઓખા મુંબઇ સોૈરાષ્ટ્ર મેલના તેના નિયત સમય કરતા ૨૦ મિનીટ જેટલો મોડો પહોચ્યા બાદ ત્યાંથી ઉપડતાજ મેલનું એન્જીન ડબ્બાઓથી અલગ પડી રહ્યાનો આભાસ તેના ડ્રાઇવરને થયો હતો. આ થી તરતજ ડ્રાઇવરે સમય સુચકતા વાપરી પોતાની સમજણથી ગાડી રોકી દીધી હતી અને કંોઇજ જાતની જાનહાની થતા અટકી હતી.મીઠાપુર થી રોજ આ મેલ એકજ ગાડી  સીધી મુંબઇ જાતી હોય તેમજ જામનગર તેમજ રાજકોટ જવા માટે પણ મેલનો ઘણોજ  ઉપયોગ થતો હોય કાયમી ધોરણે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ડ્રાઇવર ની સુજબુજ થી મોટી દુર્ઘટના થતી અટકી હતી.

(12:03 pm IST)