Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દેનાબેંક ગોંડલ દ્વારા ઇશ્વર ઓઇલ મીલને આપેલ ૧૩ કરોડની રકમ વસુલવા ગેરેન્ટર દ્વારા કોર્ટમાં દાવો

રાજકોટ, તા. રપ :  દેના બેંક, ભગવત બજાર બ્રાન્ચ ગોંડલ દ્વારા ઇશ્વર ઓઇલ મિલ, ગોંડલને આપવામાં આવેલ સી.સી. ધિરાણની ૧૩ કરોડ જેવી રકમ લોન લેનાર તથા તેના અન્ય કુટુંબીજનોની બેંકમાં મોર્ગેજ થયેલ સિવાયની મિલકતોમાંથી વસુલાત કરવા અંગે જમીન દ્વારા કોર્ટમાં દાવો થયેલ છે.

આ કામે દેના બેંક ભગવત બજાર બ્રાન્ચ  ગોંડલના અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા ઇશ્વર ઓઇલ મિલ, જામવાડી, ગોંડલના વહીવટકર્તા અને ભાગીદારો કિરીટ રમેશભાઇ જાદવભાઇ ગમઢા (પટેલ) અને અશોકભાઇ નાનજીભાઇ ગમઢા સાથે ભેગા મળી એકસંપ કરી કાવતરૂ કરી બેંકના નાણાનું ધિરાણ સી.સી. ફેસીલીટી તરીકે ધો. ૧૩ કરોડ જેવું મેળવેલ અને આવુ ધિરાણ બેંકમાંથી મંજુર કરતી વખતે બેંકના અધિકારીઓએ કોઇપણ પ્રકારની માલસ્ટોક અંગેની તથા અન્ય જરૂરી વિગતોને ધ્યાનમાં લીધા વગર રમેશભાઇ જાદવભાઇ ગમઢા અને અશોકભાઇ નાનજીભાઇ ગમઢા સાથે ભેગા મળી પોતાના અંગત સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર આપી નીતી-નિયમોને વેગળા મુકીને ધિરાણ આપેલ હતું.

ભારતભરમાં બેંકમાં જામીનગીરીમાં પડેલા નાના માણસોની બેંકના અધિકારીઓ તથા લોન લેનારના ભ્રષ્ટાચારના કારણે, કપરી દશા થતી હોય છે અને તેઓએ પોતાની મિલ્કતોથી હાથ ધોવા પડતા હોય છે અને અહીં પણ જમીનદાર રાઘવભાઇ શિવાભાઇ અમીપરાની હાલત કપરી થયેલી છે અને તેઓનું રહેણાંક મકાન કે જે ફકત રૂપિયા પચીસ લાખ જેવી કિંમતનું છે તેનાથી હાથ ધોવા પડે તેમ છે, આથી ગેરેન્ટ રાઘવભાઇ શિવાભાઇ અમીપરાએ દેના બેં, ગોંડલના અધિકારીઓ તથા ઇશ્વર ઓઇલ મિલ, ગોંડલના વહીવટકર્તા રમેશભાઇ જાદવભાઇ ગમઢા, અશોકભાઇ નાનજીભાઇ ગમઢા, કેતન નાનજીભાઇ ગમઢા, નાનજીભાઇ જાદવભાઇ ગમઢા તેમના પત્ની હિરૂબેન નાનજીભાઇ ગમઢા તથા તેમના મળતીયા બાબાભાઇ કરમશીભાઇ ખૂંટ, દિનેશભાઇ જાદવભાઇ લીંબાસિયા સામે ગોંડલના સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરી ન્યાય મેળવવા માટેની લડત ચાલુ કરવામાં આવેલ છે.

સદરહું દાવામાં ગેરેન્ટર/ જામીનદાર રાઘવભાઇ શિવાભાઇ અમીપરા વતી રાજકોટના એડવોકેટશ્રી મહેશ સી. ત્રિવેદી, સાયમન, ધર્મેન્દ્ર જરીયા, ઘનશ્યામ પટેલ, કિશન જોશી રોકાયેલા છે.

(11:56 am IST)